મહેસાણાના પરા વિસ્તારમાં BJPના આવવા પર પ્રતિબંધ, 144 કલમ લાગુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં જે તે શહેરની કે ગ્રામ્ય વિસ્તારની પ્રજા દ્વારા પણ જે તે પક્ષ પ્રત્યેના અસંતોષને લઈને વિરોધ બતાવવામાં આવી રહ્યો છે.

મહેસાણાના પરા વિસ્તારની પ્રજામાં ભાજપ સામે નારાજગી હોઈ આ વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં ભાજપ સામે કલમ 144 લાગુ કરાઇ હોવાનું દર્શાવાયું છે અને ભાજપના કોઇપણ નેતાએ અહીં પ્રવેશ કરવો નહી તેવો ઉલ્લેખ પોસ્ટરોમાં કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા પરા વિસ્તાર એ પાટીદારોનો ગઢ માનવામાં આવે છે. પાટીદારોમાં અનામતની માંગ ન સ્વીકારાવાનો તેમજ પોલીસ દ્વારા પાટીદારો પર કરાયેલા દમનને પગલે સત્તાધારી ભાજપ પક્ષ પ્રત્યે રોષ છે. તેથી તેઓ પોતાના વિસ્તારમાં ભાજપને આવવા દેવા માગતા નથી.

  • મહેસાણા પરા વિસ્તારમાં ભાજપ સામે લાગ્યા પોસ્ટર
    ભાજપ સામે લાગુ કરાઇ 144 ની કલમ
    ભાજના નેતાઓના પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ
    મહેસાણા પરા વિસ્તારછે પાટીદારોનો ગઢ
You might also like