ભાજપનું નવું થીમ સોંગ ‘મેરા દેશ બદલ રહા હૈ…’

નવી દિલ્હી: કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી મોદી સરકારને આગામી ૨૬ મેના રોજ બે વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે ભાજપે ૨૫ જૂન સુધી વિકાસ પર્વ મનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. સરકારને બે વર્ષ પૂરાં થવા નિ‌િમત્તે વડા પ્રધાન મોદીઅે અેક થીમ સોન્ગ ‘મેરા દેશ બદલ રહા હૈ….આગે બઢ રહા હૈ…’ લોન્ચ કર્યું છે.

ભાજપ સરકારનાં બે વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે તેની ભવ્યતમ ઉજવણી કરવા ભાજપમાં જોરદાર તૈયારી ચાલી રહી છે, જેમાં વડા પ્રધાન મોદીઅે અેક થીમ સોંગ રજૂ કર્યું છે, જેમાં સરકારની સિદ્ધિઓ વર્ણવામાં આવી છે. આ ગીતના બોલ છે ‘મેરા દેશ બદલ રહા હૈ….. આગે બઢ રહા હૈ….’

આ અંગે વડા પ્રધાન મોદીઅે ગઈ કાલે રાતે તેમના નિવાસે ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને નાણાપ્રધાન અરુણ જેટલી સાથે બેઠક યોજી હતી, જેમાં સરકારનાં બે વર્ષ પૂરાં થવા નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા પાંચ જનરેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં પહેલી રેલી ૨૬ મેના રોજ સહારનપુર અને બીજી રેલી પહેલી જૂને ઓરિસાના બાલાસોરમાં યોજાશે, જોકે અન્ય ત્રણ રેલીનાં તારીખ અને સ્થળ હજુ નક્કી થયાં નથી. સરકારનાં બે વર્ષની ઉજવણી કરવા ભાજપે વિવિધ ૩૦ ગ્રૂપ બનાવ્યાં છે. આ ગ્રૂપ લોકસભાની ૨૦૦ બેઠક પર રેલીઓ, જાહેર સભા, સેમિનાર અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે.

ભાજપ સરકારનાં બે વર્ષ પૂરાં થવાની ઉજવણી અેક મહિના સુધી ચાલશે, જેમાં જે થીમ સોન્ગ રજૂ કરવામાં આવશે.

You might also like