નેતાઓ પરિવાર માટે ટિકિટ ન માગે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બીજા દિવસે સમાપન સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના નેતાઓને સલાહ આપી હતી કે તેઓ પરિવારના સભ્યો માટે ટિકિટ ન માગે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે પક્ષમાં પારિવારીકવાદને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. નોટબંધીના નિર્ણયને 125 કરોડ દેશની જનતાનો સાથ છે. દેશમાં ગરીબ લોકોએ પણ નોટબંધીના નિર્ણયને સ્વીકાર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીના કારણે થોડા સમય માટે તકલીફ અંગે પણ જણાવ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું હતું બેનામી સંપત્તિને સૌથી વધુ પ્રોત્સાહન રોકડથી મળે છે. ગરીબોની સેવા એ જ પ્રભુ સેવા છે કેન્દ્ર સરકારનો આ સંકલ્પ છે તેમ પીએમ કહ્યું હતું. ભાજપની કારોબારી બેઠકમાં આગામી પાંચ રાજ્યોની ચૂંટણીની રણનીતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે નોટબંધીથી માંડીને બેટી પઢાઓ અને જનધન સુધીની તમામ યોજનાઓને જનતાએ વખાણી છે.

http://sambhaavnews.com/

You might also like