BJPની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં રજૂ થયું “વિઝન 2022”, આર્થિક પ્રસ્તાવો પર કરાયું મંથન

ન્યૂ દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી પરિષદની બેઠકનાં બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી 2019 માટે જીતનો મંત્ર આપી શકે છે. આ વર્ષનાં અંત સુધી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાના અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી છે. એવામાં pm મોદીનાં સમાપન ભાષણને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહેલ છે.

સૂત્રોનું માનીએ તો SC-ST અધિનિયમમાં સંશોધન બાદ સવર્ણોની નારાજગી ઝેલી રહેલ ભાજપને બચાવવા માટે PM નરેન્દ્ર મોદી સમરસતાનો મંત્ર આપી શકે છે. ખાસ રીતે જોઇએ તો મધ્યપ્રદેશનાં સવર્ણોની નારાજગી ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. તેઓની આ જ નારાજગીને ખતમ કરવા માટે ભાજપ સમરસતાનો સંદેશ આપીને પરિસ્થિતિને નિયંત્રિત કરવાની કોશિશ કરી શકે છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીને માટે ભાજપે વિપક્ષને જાતિ આધારિત ચૂંટણીની કોશિશની કાપ કરવા મામલે NRCને એક મુદ્દો બનાવવાની રણનીતિ બનાવાઇ છે. NRCને લઇને વિપક્ષ સતત સરકાર પર હુમલો કરી રહેલ છે. એવું જણાવાઇ રહ્યું છે કે પાર્ટીએ સવર્ણ સાંસદોને કહ્યું કે, તે લોકોની વચ્ચે ફેલાયેલ ભ્રાંતિઓને દૂર કરે અને તેઓને સરકારનો પક્ષ બતાવે.

સૂત્રોએ એમ પણ કહ્યું કે ભાજપે સાંસદોને કહ્યું છે કે તે લોકોને એમ બતાવે કે આ SC અને ST અધિનિયમ પહેલા પણ ભાજપે માત્ર આને બહાલ કરેલ છે. NRCને મુદ્દો બનાવીને ભાજપની રણનીતિ ચૂંટણીને રાષ્ટ્રવાદ અને સાંપ્રદાયિક મુદ્દાઓ તરફ મોડવાની છે. શનિવારનાં રોજ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, અમે NRCને એ પ્રકારે અપડેટ કરીશું કે જેનાંથી કોઇ પણ ઘૂસપેઠીઓ ભારતમાં નહીં ઘૂસી શકે. બેઠકમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત દિલ્હી પહોંચી ચૂક્યાં છે.

You might also like