રાષ્ટ્રભક્તિ મુદ્દે કોઇ પણ ગેરશિસ્ત સાંખી નહી લેવાય : અરૂણ જેટલી

નવી દિલ્હી : ભાજપનાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનાં બીજા દિવસે નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે ભારત માતા કી જય અંગે વાદ વિવાદનો સવાલ જ પેદા નથી થતો. આ એક એવો મુદ્દો છે જેનાં પર ચર્ચાની કે વાદ વિવાદની કોઇ ગુંજાઇશ જ નથી. ભારતનુ સંવિધાન અસંમતી માટે પુર્ણ સ્વતંત્રતાની પરવાનગી આપે છે પરંતુ રાષ્ટ્રને વેર વિખેર કરવા માટેની પરવાનગી નથી આપતું. જેટલીએ કહ્યું કે દેશને તોડવાની વાત સંવિધાનની વિરુદ્ધની છે અને અમે રાષ્ટ્રવાદ મુદ્દે સમજુતી નહી કરીએ.

જેટલીએ તેવું પણ કહ્યું કે પાંજ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટેની રણનીતિ નક્કી થઇ ચુકી છે. એનડીએ સરકારનાં વખાણ કરતા જેટલીએ કહ્યું કે આજ દેશમાં નિર્ણય લેનારી સરકાર છે. જેનું લક્ષ્ય તમામ લોકોનો વિકાસ કરવાનું છે. જેટલીએ કહ્યું કે દેશમાં પહેલા દિશાહિન સરકારી હતી. અમારી સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનાં પક્ષમાં છે. ભાજપનાં અધિકારીઓને 30 મિનિટનાં ભાષણ દરમિયાન મોદીએ કહ્યું કે પાર્ટી અને સરકારનું કામ માટે સોશ્યલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરો. કાર્યકર્તાઓનાં વિચારોને સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી પાર્ટીનાં નેતાઓની છે. વડાપ્રધાને કહ્યું કે બજેટ અંગે અધિકારીઓ તરફથી 42 પ્રકારનાં સુચનો મળ્યા, જેમાં 38નો સમાવેશ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે લાકે કાર્યકર્તાઓને સંબોધિત કરતા મોદીએ કહ્યું હતું કે સામાન્ય લોકો સુધી પહોચવા માટે સોશ્યલ મીડિયાની મદદ લેવી પડશે. તેઓએ કહ્યું કે સરકાર અને જનતાને જોડતો પુલ છે કાર્યકર્તાઓ. બીજી તરફ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે દેશની આલોચનાંને કોઇ પણ રીતે સહન નહી કરવામાં આવે. શાહે આ દરમિયાન જેએનયુનાં મુદ્દે રાહુલ પર પણ આકરા પ્રહારો કર્યાહ તા. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીનાં નામે દેશની આલોચનાં સહી લેવામાં નહી આવે.

You might also like