ઓરિસ્સામાં ભાજપે લોકસભા અને વિધાનસભા બંન્નેની સંયુક્ત તૈયારી આરંભી

ભુવનેશ્વર : ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મેઘાલય અને ત્રિપુરાને છોડીને ભાજપે પોતાની કાર્યકારીણીની બેઠક માટે ભુવનેશ્વરને જ શા માટે પસંદગી કરી ? ઓરિસ્સા પહેલાથી પાંચ અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે, પરંતુ તેમ છતા ભાજપે કાર્યકારિણીની બેઠક માટે ભુવનેશ્વરની પસંદગી કરીને ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. ઓરિસ્સામાં વિધાનસભા ચૂંટણી આગામી લોકસભાની બરોબર પહેલા છે.

ભાજપ નેતાઓનું કહેવું છે કે પાંચમાંથી ત્રણ મહત્વનાં રાજ્યો હિમાચલ, ગુજરાત અને કર્ણાટકમાં ભાજપ સ્વાભાવિક રીતે સત્તાની દાવેદાર છે. પરંતુ ઓરિસ્સામાં ભીજેડીથી અલગ થયા બાદ તે મુખ્ય વિપક્ષી પાર્ટી પણ નથી રહી. હાલમાં જ થયેલ સ્થાનિક એકમોની ચૂંટણી બાદ ભાજપને આશા બંધાઇ છે કે મોદીનાં નામે ઓરિસ્સામાં તે સત્તા સુધી પહોંચી શકી છે. યુપી બાદ તેમનો આ વિશ્વાસ વધારે મજબુત બન્યો છે. તેવા સમયે કાર્યકારિણી માટે ભુવનેશ્વરની જ પસંદગી કરવામાં આવી.

પાર્ટી સુત્રોનું કહેવું છે કે,પાર્ટીએ એક પ્રકારે અહીં કાર્યકારિણીની બેઠક કરીને 2019માં યોજનારી વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે પોતાનાં અભિયાનની શરૂઆત કરી દીધી છે. જેથી આગામી ડોઢ વર્ષમાં ઓરિસ્સા પર ફોકસ કરીને ન માત્ર પોતાનાં મુળીયા મજબુત કરવામાં આવે પરંતુ વાતાવરણ પણ એ પ્રકારે બનાવવું જોઇએ કે આગામી ચૂંટણી આવતા સુધીમાં ન માત્ર વિધાનસભા પરંતુ લોકસભા પર પણ દબદબો બનાવે.

You might also like