અલ્હાબાદમાં આજથી બે દિવસ માટે BJP કાર્યકારીની બેઠક શરૂ

અલ્હાબાદઃ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં રવિવારે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક શરૂ થઇ ગઇ છે. બે દિવસ સુધી સંગમ કિનારે મિશન યૂપી પર યોજાઇ રહેલા મહામંથનમાં પ્રધાનમંત્રી મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત બીજેપીના દિગ્ગજ નેતાઓ  હાજર રહેશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રવિવારે કોઇ જ પ્રસ્તાવ પાસ કરવામાં નહીં આવે. તમામ પ્રસ્તાવ સોમવારે રજૂ કરવામાં આવશે.

યૂપી માટે અલગથી કોઇ જ સત્ર નહીં હોયઃ પ્રધાનમંત્રી મોદી બપોરે ત્રણ વાગે પદાધિકારીઓ સાથે બેઠકમાં પહોંચશે. જ્યારે અમિત શાહ સોમવારે સાંજે ઉત્તર પ્રદેશની પાર્ટી સાથે ચૂંટણી અંગે રણનીતિ માટે બેઠક કરશે. અમિત શાહ અને મોદીના ભાષણમાં યૂપી કેન્દ્રમાં રહેશ. રવિવારે અધ્યક્ષીત ભાષણ બાદ રાજ્યોના રિપોર્ટ દરમ્યાન ચર્ચા કરવામાં આવશે.

અલ્હાબાદથી ચાલશે પીએમઓઃ સંગમ નગરીમાં સભાની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. તમામ મુદ્દાઓ સાથે અહીં વિધાનસભાની ચૂંટણી પર પણ ચર્ચા કરવામાં આવશે. બીજેપી પંજાબ, ગોવા અને ઉત્તરાખંડ ચૂંટણી પર ચર્ચા કરશે. ત્યારે સૂત્રોની માનીએ તો એજન્ડામાં ટોચ પર યૂપી ચૂંટણીની રણનીતિ રહેશે. પ્રધાનમંત્રી બે દિવસ અલ્હાબાદમાં રહેશે. ત્યારે પીએમઓ પણ અલ્હાબાદથી જ ચાલશે.

પ્રધાનમંત્રી સાથે પીએમઓના તમામ અધિકારીઓ પણ અલ્હાબાદ પહોંચશે. તેમના માટે ખાસ ઓફિસ તૈયાર કરવામાં આવી છે. જેમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા પણ છે. અધિકારીઓ બે દિવસ સુધી અહીંથી જ તમામ કામ કાજ કરશે.  પાર્ટી માટે યૂપીની ચૂંટણી મહત્વની છે એટલા માટે જ પ્રધાનમંત્રી અહીં આવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને યૂપીની 80 સિટોમાંથી 73 સિટો પર જીત પ્રાપ્ત થઇ છે. જેના પગલે વિધાનસભાની ચૂંટણી માટે પણ કાંઇક આવી જ પાર્ટીની ગણતરી છે.

You might also like