ચૂંટણી પહેલાં બીજેપી નેતાઓને મોદી આપશે જીતનો મંત્ર

નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાલી રહેલી બીજેપીની રાષ્ટ્ર કાર્યકારી બેઠકના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પદાધિકારીઓને સાંજે ચાર વાગે સંબોધિત કરશે. પ્રધાનમંત્રી પાંચ રાજ્યોની ચૂંટણીલક્ષી રણનીતિ અંગે ચર્ચા કરશે. સાથે બીજેપીને જીતનો મંત્ર પણ આવશે.

રાષ્ટ્રીય કાર્યકારી બેઠકના બીજા દિવસે આર્થિક પ્રસ્તાવ પર પણ ચર્ચા કરવામાં આવશે. પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે મોદી ચૂંટણી લક્ષી પાર્ટીને દિશા અને દશા જણાવશે. મોદીના ભાષણમાં ચૂંટણી લાઇન પણ નક્કી કરવામાં આવશે. ગઇ કાલે અમિતશાહે પોતાના એક ભાષણમાં સર્જિકલ સ્ટ્રાઇક અને નોટબંદી મામલે સરકારની પ્રસંશા કરી હતી. આ સાથે વિકાસનો મુદ્દો ચૂંટણી માટે મહત્વનો રહેશે.

પાર્ટીના આર્થિક પ્રસ્તાવમાં કાળુ નાણુ અને ભ્રષ્ટાચાર અંગે મોદી સરકારે જે પગલાં લીધા છે. તેનો ઉલ્લેખ પણ કરવામાં આવશે. સરકાર દ્વારા ખેડૂતો મહિલાઓ અને ગરીબો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવશે. મોદીએ ગત વર્ષે લીધેલા નિર્ણયોને નવા યુગની શરૂઆત માટેના યોગ્ય ગણાવ્યા છે. આ સાથે રાષ્ટ્રીય સુરક્ષા, સ્વાભિમાન, ઇમાનદારી અને ગરીબોના કલ્યાણ માટે લેવામાં આવેલા નિર્ણયો જનહિતલક્ષી ગણાવ્યાં છે.

home

You might also like