મોદી સરકારના રાજમાં નેતાઓની હેટ સ્પીચ 500 ટકા વધી..

વર્તમાનની મોદી સરકારમાં કુલ 124 વખત નેતાઓએ હેટ સ્પીચ આપી હતી જ્યારે UPA-II દરમિયાન આવુ માત્ર 21 વખત થયુ છે.

ગયા ચાર વર્ષોમાં ભારતીય રાજનીતિના મોટા નેતાઓની હેટ સ્પીચ અને વિભાજનકારી ભાષાના પ્રયોગમાં 500 ટકા વધારો થયો છે. આ પોતામાં એક ચોકાવનારા આંકડા છે.

ભાગ્યેજ એવો કોઈ દિવસ કે અઠવાડિયુ હશે જ્યારે કોઈ નેતા, સાંસદ, ધારાસભ્ય, મંત્રી એટલા હદે મુખ્યમંત્રીઓએ કેટલીય હેટ સ્પીચ આપી છે. ભલે તે પછી કટ્ટરતા હોય કે પછી હિંસાને વધારતુ ભાષણ હોય. આના જેવા કિસ્સાઓએ રાજનેતાઓને સોશિયલ મીડિયા ઉપર તેજી લાવી દીધી છે.

મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવી રહ્યુ છે કે હાલના વર્ષોમાં આમાં વધારો થયો છે. રીપોર્ટને તે આધારે બનાવવામાં આવી છે જેમાં સાંપ્રદાયિક હિંસા, જાતીવાદી ટિપ્પણી અને હિંસાને વધારો આપવાની વાત દેશના માનનીય નેતાઓ બોલે છે. આમાં મહિલાઓ વિરૂદ્ધ અપાયેલા સેક્સિસ્ટ ટિપ્પણીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

તમામ ડેટા અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ જાણવા મળ્યું છે કે ગયેલા મે 2014થી લઈને અત્યાર સુધી 124 વખત 44 નેતાઓએ VIP હેટ સ્પીચ આપેલી છે. આના સરખામણીમાં યૂપીએ-2 દરમિયાન આવુ ફક્ત 21 વાર જ થયુ હતુ. આના આધારે મોદી સરકારની એનડીએ સરકારના સમયમાં હેટ સ્પીચ 490ટકાથી વધી છે. વર્તમાનની એનડીએ સરકારમાં હેટ સ્પીચ આપનારા 90 ટકા બીજેપીના નેતા છે.

એનડીએ સરકાર દરમિયાન 44 નેતાઓએ હેટ સ્પીચ આપી છે જેમાં 34 એટલે કે 77 ટકા બીજેપીથી સંબંધ રાખે છે. વધેલા 10 નેતાઓમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને લાલુ યાદવની આરજેડીના લોકોનો સમાવેશ થાય છે.

ત્યારે જ યૂપીએ-2 દરમિયાન કુલ 21 નેતાઓએ હેટ લ્પીચ આપી હતી. જેમાંથી 3 એટલે માત્ર 14 ટકા સત્તાધારી ગઠબંધન યૂપીએની મુખ્ય પાર્ટી કોંગ્રેસથી સંબંધ રાખે છે. જોકે વિપક્ષી પાર્ટીઓમાં ભાજપ સૌથી આગળ રહી હતી. યૂપીએ-2ના દરમિયાન ભાજપના 7 નેતાઓએ હેટ સ્પીચ આપી હતી. વધેલા 11 નફરતથી ભરેલા ભાષણ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, શિવ સેના અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના નેતાઓએ આપી હતી.

You might also like