અલેપ્પો પર સેનાનાં કબ્જો : સ્વામીએ કહ્યું અમેરિકાને છે ભારતની જરૂર

નવી દિલ્હી : રશિયાનાં સમર્થનથી સાર વર્ષ બાદ ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ગઢ બનેલા અલેપ્પો પર સીરિયન સેનાનાં નિયંત્રણ બાદ ભારતીય જનતા પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ અમેરિકા માટે એક ઝટકો ગણાવતા કહ્યું કે તેને પોતાની તાકાત માટે ભારતની મદદની જરૂર છે.

સ્વામીનું આ નિવેદન સરકારનાં સહયોગીઓને પરેશાન કરી શકે છે. જો કે, ભાજપનાં રાજ્યસભા સાંસદ માટે દરેક પ્રકારનું નિવેદન કોઇ નવું નથી. સંધર્ષરત્ત સીરિયામાં ભાજપનાં નેતૃત્વવાળી સરકાર સતત ત્યાંની બશર અલ અસદની સરકારને પોતાનું સમર્થન આપી રહી છે. એવા સમયે જ્યારે રશિયા અને પાકિસ્તાન એક બીજાની નજીક આવી રહ્યા છે, સ્વામીનું હાલનું નિવેદન સીરિયા સાથે છેડાયેલ સંધર્ષના મુદ્દે કેન્દ્રની બદલીનીતિ તરીકે પણ જોવામાં આવી શકે છે.

રશિયા અને ઇરાન સતત સીરિયાની સરકારને સમર્થન આપતી રહી છે જ્યારે તેનાં વિદ્રોહી જુથોને તુર્કી, સઉદી અરબિયા, કટાર અને કેટલાક પશ્ચિમી રાજ્યોનું સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. પહેલાની જેમ જ સ્વામીએ જોર આપીને કહ્યું કે ભારત અમેરિકા અને ઇઝરાયેલને ઇસ્લામીક આતંકવાદને પહોંચી વળવા માટે એક બીજા સાથે હાથ મિલાવી લેવો જોઇએ.

You might also like