બીજેપી સાંસદ મનોજ તિવારીએ કેજરીવાલની તુલના રામવૃક્ષ સાથે કરી

નવી દિલ્હીઃ બીજેપી સાંસદ મનોજ તિવારીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તુલના મથુરા કાંડના માસ્ટર માઇન્ડ રામવૃક્ષ યાદવ સાથે કરી છે. મનોજ તિવારીએ આ નિવેદન કેજરીવાલના ગુંડા ગણવાના નિવેદન બાદ કર્યું  છે. મનોજ તિવારીએ જણાવ્યું છે કે હું આ નિવેદનને નીચા સ્તરનું ગણું છું. તિવારીએ કહ્યું છે કે એ દુઃખની વાતએ છે કે દિલ્હીમાં સીએમ પદ પર એવી વ્યક્તિ બેઠી છે. જેના સંસાદો પત્નીને મારે છે. સ્ત્રીઓની સાથે દુરવ્યવહાર કરે છે.

તેમણે કહ્યું કે શું ભગત સિંહ, રાજગુરૂ, સુખદેવ આવા હતા? મનોજ તિવારીએ જણાવ્યું છે કે કેજરીવાલ તેમના સાંસદોની તુલના સ્વતંત્રા સેનાનીઓ સાથે કરી હતી. કેજરીવાલ તેમના આ નિવેદન અંગે માંફી માંગે,કારણકે તેમણે આપણા સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કર્યું છે.

મનોજ તિવારીએ વધુમાં કહ્યું છે કે મથુરાના રામવૃક્ષ યાદવ અને કેજરીવાલ વચ્ચે સમાનતા છે. કેજરીવાલ સમગ્ર સંવૈધાનિક વ્યવસ્થાઓથી વિરૂદ્ધ છે. પ્રધાનમંત્રીને અપશબ્દો કહે છે. સીબીઆઇને ગુંડા કહે છે. પોલીસને અપશબ્દો કહે છે. સરકારને પણ અપશબ્દો કહે છે. કેજરીવાલ વારંવાર કહે છે કે દિલ્હીને બીજેપી ચલાવવા નથી દેતું, આ એક નાટક છે. કેજરીવાલ વિદેશી દુશ્મનના એજન્ટ છે. તેમનું સીએમના સ્થાન પર દિલ્હી પર બેસવું તે દિલ્હી અને દેશ બંને માટે ખતરારૂપ છે.

શુક્રવારે કેજરીવાલે ઇદ મિલન દરમ્યાન કહ્યું હતું કે તેમને કોઇનો ડર નથી કારણકે તેમની સાથે અલ્લાહ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમારા બધા સાંસદો સ્વતંત્રતા સેનાની છે. તેઓ રોજ કોઇને જેલ મોકલે છે. મેં બધાને કહી દીધું છે કે જો ડર લાગે તો રાજીનામુ આપી દો. એક દિવસ તો જેલ જવાનું જ છે.

You might also like