યુપીમાં MLA બન્યા માણસાઈની મિસાલ, પીઠ પર બેસાડી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો

ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય સુનીલ દત્ત દ્વિવેદીએ એક સારું ઉદાહરણ રજૂ કરતા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલ એક શખ્સને પોતાની પીઠ પર ઉઠાવી ડૉક્ટર પાસે લઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે ફર્રુખાબાદ-ફતેહગઢ રોડ પર ભીમસેન માર્કેટ પાસે બે બાઈક અને એક સાઈકલ વચ્ચે ભારે અકસ્માત થયો હતો. જ્યાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ શખ્સો રોડ પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. આ દરમ્યાન ધારાસભ્ય પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમણે અકસ્માત જોયો હતો. જે જોઈ તેમણે ગાડી રોકાવી તેમણે ગનમેન અને એક શખ્સની મદદથી ત્રણ પીડિતોને હોસ્પિટલ લઈ ગયા હતા.

બીજી તરફ હોસ્પિટલ પહોંચ્યા બાદ માત્ર બે સ્ટ્રેચર હાજર હોવાથી તેઓ પોતે એક શખ્સને પોતાની પીઠ પર બેસાડી ડોક્ટર પાસે લઈ ગયા હતા, કારણ કે તે શખ્સ દર્દમાં તડપી રહ્યો હતો. જેના માટે સ્ટ્રેચરની રાહ જોઈ શકાય તેમ ન હતી.

આ પીડિત શખ્સોની ઓળખ અરવિંદ સિંહ ચૌહાણ, રામેશ્વર અને ઋષભ તરીકે કરવામાં આવી હતી. જેમાના અરવિંદે કહ્યું હતું કે, ‘હું ધારાસભ્યનો આભારી છું. તેમણે મારા જેવા ગરીબની મદદ કરી. તેમણે અમારા ત્રણેય જણનો જીવ બચાવ્યો છે.’

You might also like