રિલાયન્સ માટે કામ કરી રહી છે મોદી સરકાર : ભોલાસિંહ

નવી દિલ્હી : બિહારનાં બેગુસરાયના સાંસદ ભોલા સિંહે પોતાની જ પાર્ટીની સરકાર પર રિલાયન્સ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. સોમવારે સંસદમાં બોલતા ભોલાસિંહે કહ્યું કે રિલાયન્સનાં મુદ્દે નરેન્દ્ર મોદી સરકારની પણ તે જ નીતી છે, જે ગત્ત યુપીએ સરકારની હતી. ભોલાસિંહ એટલે જ નહોતા અટક્યા તેમણે કહ્યું કે સંસદ વર્ષોથી તે બાબતની ગવાહ છે કે રિલાન્યનાં મુદ્દે સરકારોની નીતિ નથી બદલી. સિંહનાં અનુસાર રિલાયન્સનાં મુદ્દે અન્ય સરકારોની જેમ જ આ સરકારની પણ નીતિ નથી બદલાઇ.

અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણી દરમિયાન ટિકીટની વહેંચણીનાં મુદ્દે ભોલાસિંહ ખુબ જ નારાજ થઇ ગઇ હતી. બીજી તરફ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ ભાજપ શરમજનક હાર અંગે પાર્ટીનું નેતૃત્વને નિશાન બનાવ્યું હતું. સિંહે કહ્યું હતું કે પાર્ટીનાં ઉચ્ચ નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઇએ. જો કે પાર્ટીનાં વિરોધી વલણથી સરકાર પરેશાનીમાં મુકાઇ શકે છે. જો કે હજી સુધી ભાજપનાં કોઇ નેતા દ્વારા કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી.

You might also like