ભાજપનો નિર્ણય, પહેલી વખત ચૂંટાયેલ ધારાસભ્યોને આપવામાં આવશે તાલીમ

નવી દિલ્હીઃ ભાજપે મોટી સંખ્યામાં પહેલી વખત ચૂંટાયેલા ધારાસભ્યોને ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. જેથી તેઓ વધારે સારી રીતે પોતાના કામો કરી શકે. જેના માટે જલ્દી તારીખ નક્કી કરવામાં આવશે. ભાજપ તેમજ ગંઠબંધનથી જીતીને આવેલ 325 ધારાસભ્યોમાં 209 પહેલી વખત જીતીને ધારાસભ્યો બન્યા છે. તેથી જ તેમની ખાસ છબી અને સરકારને લઇને પાર્ટીના રણનીતિકાર વધારે ચિંતામા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય તરફથી ધારાસભ્યોએ આગ્રહ કર્યો છે કે તેઓ પત્રવ્યવહાર અને સદનમાં સવાલોના સહારે જન સમસ્યાઓના સમાધાન માટે જૂના તેમજ અનુભવી લોકો પાસેથી શીખવાનો પ્રયાસ કરે. સાથે જ પાર્ટી દ્વારા યોજવામાં આવેલ તમામ શિબિરીમાં હાજર રહેવાનો પ્રયાસ કરે. જેથી તેઓને કામ કરવામાં સવલત મળી રહી.

http://sambhaavnews.com/

You might also like