ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારી…, જુઓ Video

ગુજરાતની ગરીમા ગણાતી વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોએ મારામારી કરી છે. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે મારમારી થઇ છે. વિધાનસભા ગૃહમાં વિક્રમ માડમને બોલવા ન દેતા મામલો બિચકાયો હતો.
ગુજરાત વિધાનસભામાં થયેલી ઘટનાને આજે ગુજરાતની અસ્મિતાનું રીતસરનું ચીરહરણ થયું છે.ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડખો સર્જાતા ગૃહમાં ફિલ્મી દશ્યો સર્જાયા હતા.નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે બેલ્ટ અને માઈક વડે હુમલો કર્યો હતો.

વિક્રમ માડમને ન બોલતા દેતા પ્રતાપ દુધાતે જગદીશ પંચાલને માઈક માર્યુ હતુ. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ જગદીશ પંચાલને માર માર્યો હતો. આ દરમિયાન 8 ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં છુટ્ટા હાથે મારામારી કરી હતી. વર્ષ 2017માં પણ ગૃહમાં આવી જ ઘટના બની હતી. નિર્મલા વાઘવાણી અને બળદેવસિંહ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જયાં વાઘવાણીને હાથ પર ફેકચર થયું હતું અને બળદેવજીને પગ પર ઇજા થઇ હતી.

વિક્રમ માડમને ન બોલતા દેતા પ્રતાપ દુધાતે જગદિશ પંચાલને માઈક માર્યુ હતુ. કોંગ્રેસના ધારાસભ્યોએ જગદિશ પંચાલને માર માર્યો હતો. આ મામલે ભાજપના ધારાસભ્યોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યાર બાદ ભાજપના ધારાસભ્યોએ કોંગ્રેસના અમરિષ ડેરને માર માર્યો હતો. આ દરમિયાન 8 ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં છુટ્ટા હાથે મારામારી કરી હતી.

વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોએ મચાવેલી ધમાલ બાદ શરૂ થયો બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક બોલાવી હતી. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ગૃહમંત્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં પોલીસ કેસ કરવો કે નહી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગૃહની ઘમાલ બાદ રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસ વડાનો કાફલો વિધાનસભા પહોંચ્યો હતો.

You might also like