ભાજપનાં ધારાસભ્યએ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યાં બાદ નિવેદન ફેરવી તોળ્યું

સુરતઃ મધ્ય ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ ભાજપનાં ધારાસભ્યની નારાજગી સામે આવી છે. સુરતમાં કામરેજનાં ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયાએ પણ તંત્રની ઉદાસીનતાને કારણે નારાજગી નોંધાવી છે. સુરત અને ગ્રામ્ય વિસ્તારોમાં કાયદાની સ્થિતિને લઈને પણ કેટલાંક સવાલો ઊભા કર્યા છે.

ધારાસભ્યએ આ અંગેનો એક પત્ર શહેર પોલીસ કમિશ્નરને પણ લખ્યો છે અને શહેરનાં અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ થતું ન હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, મારા જ મત વિસ્તારમાં ચેન સ્નેચિંગ અને લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે શહેર પોલીસ આ દિશામાં કાર્યવાહી કરે તે હવે ખાસ જરૂરી છે.

જો કે હવે મહત્વની બાબત તો એ છે કે કામરેજનાં MLA વી.ડી.ઝાલાવાડિયાએ હવે પોતાનાં નિવેદન પરથી પલ્ટી મારતાં કહ્યું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે ઘણી સારી છે.

પોલીસનાં વાહનોમાં GPS સિસ્ટમ કાર્યરત કરવા સૂચન કર્યું છે. મારી વાતનું ખોટું અર્થઘટન કરાયું છે. ભાજપનાં મોવડી મંડળે ઠપકો આપતા ઝાલાવાડિયાએ નિવેદન ફેરવી તોળ્યું છે. મહત્વનું છે કે વી.ડી.ઝાલાવાડિયાએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં.

You might also like