બિકાનેરમાં MLAએ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો, વીડિયો થયો વાયરલ

બીકાનેરના શ્રીડૂંગરગઢના એક ધારાસભ્યનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને જોઇને અનેક લોકોમાં રોષ અને શરમની લાગણી ઉદ્દભવી છે. વીડિયો ભાજપના ધારાસભ્ય કિશનારામ નાઈનો છે. આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય કેટલીક મહિલાઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.

પાણીની સમસ્યાથી પરેશાન થઇને કેટલીક મહિલાઓ ફરિયાદ કરવા ભાજપના ધારાસભ્ય પાસે પહોચી હતી, પરંતુ તેમને કયાં ખબર હતી કે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે તેમને અભદ્ર ભાષાનો સામનો કરવો પડશે. મહિલાઓ જ્યારે ફરિયાદ કરવા પહોંચી તો તેમની ફરિયાદ ભાજપના વરિષ્ઠ ગણાતા ધારાસભ્યે સાંભળી નહીં અને ઉલ્ટાનો તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો.

આ વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ કિશનરામ નાઇએ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરવાનો ઇન્કાર કર્યો છે.

You might also like