BJPના મંત્રીએ કરી ‘ઊટપટાંગ’ ભવિષ્યવાણી,લોકોમાં બન્યા ચર્ચાનું કેન્દ્ર

છોટાઉદેપુર:એક તરફ રાજ્યનાં ખેડૂતોને પાણી ન મળતા રાજ્યમાં હાલત વધારે કફોડી બની ગઈ છે. જ્યારે બીજી તરફ ખેડૂતોની મુશ્કેલીઓનું નિવારણ લાવવાની જગ્યાએ મંત્રીશ્રી અંધશ્રદ્ધામાં જીવી રહ્યાં છે. રાજ્ય સરકારનાં પશુપાલન મંત્રી બચુ ખાબડનું અંધશ્રદ્ધાને પોષતું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,બોડેલી ખાતે કિસાન કલ્યાણ મહોત્સવ કાર્યક્રમમાં બચુ ખાબડે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નિવેદન આપ્યું છે. જેમાં બચુ ખાબડે ભવિષ્યવાણી કરતાં કહ્યું છે કે,અખાત્રીજનાં દિવસે ભુવો ધુણે છે.ત્યારે તે ચોમાસા અંગેની ભવિષ્યવાણી કરે છે અને ખેતી કેવી થવાની છે તે અંગે પણ જણાવે છે.

હું પણ ભુવાનો દિકરો છું આવતા વર્ષે ઘણું પાકવાનું છે. જેથી તમે ચિંતા કરવાનું છોડી દો. હું પણ ખેડૂતપુત્ર છું અને 50 હેક્ટર જમીનમાં ચંદનની ખેતી કરૂં છું.

આપને જણાવી દઇએ કે,સરકાર ડિજિટલ ઇન્ડિયા બનાવીને વિશ્વનાં આધુનિક દેશોની હોડમાં ઉભા રહેવાનાં સતત પ્રયત્નો કરે છે પરંતુ ખુદ સરકારનાં મંત્રી જ આજે ખોટી અંધશ્રદ્ધામાં માનતા હોય તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સમાજ,રાજ્ય કે દેશને કેવી રીતે આગળ લઈ જઇ શકાશે.

You might also like