આજે ભાજપની મેનિફેસ્ટો કમિટીની બેઠક, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે

આજે ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપની મેનિફેસ્ટો કમિટીની બેઠક મળશે. ભાજપ કાર્યાલય ખાતે મળનારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના પક્ષના નેતાઓ ઉપસ્થિત રહેશે. ભાજપ મેનિફેસ્ટોને લઇ યોજાનારી બેઠકમાં ભાજપ ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ વિશેષ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયાર થનારા ઢંઢાર પર ચર્ચા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના નેશનલ લેવલના નેતાઓ ગુજરાતમાં રેલીઓ કરી સંબોધન કરી રહ્યાં છે. ભાજપ તરફથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં અનેક રેલીઓને સંબોધન કર્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બે વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યાં છે. આમ ભાજપ તરફથી પ્રજાને સ્પર્શતા પ્રશ્નોને લઇને ઢંઢેરો બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

You might also like