3 મંદિર આપો અને 40 હજાર મસ્જીદો રાખી લો : સ્વામીનો પ્રસ્તાવ

નવી દિલ્હી : પોતાનાં વિવાદિત વક્તવ્યોનાં કારણે હંમેશા ચર્ચામાં રહેનારા ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વધારે એક વિવાદ પેદા કર્યો છે. સ્વામીએ મુસ્લિમોને 3 મંદિરોનાં બદલામાં 39,997 મસ્જિદો આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું કે અમે હિન્દૂઓ મુસ્લિમોને અમારા ભગવાન કૃષ્ણની જેમ પ્રસ્તાવ આપીએ છીએ, અમને 3 મંદિર આપો અને બદલામાં 39,997 મસ્જીદો રાખી લો. મને આશા છે કે મુસ્લિમ નેતાઓ દુર્યોઘન નહી બને.
હજી બુધવારે જ સ્વામીએ દાવો કર્યો હતો કે આ વર્ષનાં અંત સુધીમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ કરી દેવામાં આવશે. અયોધ્યામાં બાબરી મસ્જિદ – રામજન્મભૂમિની વિવાદિત જમીન પર રામ મંદિરનાં નિર્માણ અંગે સ્વામીએ દિલ્હી યૂનિવર્સિટીમાં એક સંમ્મેલનનું આયોજન કર્યું હતું. સમ્મેલનનાં ઉદ્ધાટન ભાષણમાં જ સ્વામીએ કહ્યું કે વિશ્વાસ છે કે અયોધ્યામાં રામ મંદિરન બનશે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ કહી રહ્યા છે તો મંદિર જરૂર બનશે.
સ્વામીએ દાવો પણ કર્યો કે રાજીવ ગાંધીએ તેમને ભારતમાં રામરાજ્ય હોવાની વાત કરી હતી. સ્વામીએ રાજીવ ગાંધીને સારા વ્યક્તિ તરીકે લેખાવ્યા હતા અને જણાવ્યું કે તેની ઇચ્છા હતી અને તેણે ઘણી વખત જાહેરાત પણ કરી હતી કે દેશમાં રામરાજ્ય હોવું જરૂરી છે.

You might also like