સ્વામી બોલ્યા જો મર્યાદા મુકીશ તો ખુન ખરાબા થઇ જશે

નવી દિલ્હી : ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારે આખરૂ વલણ અખત્યાર કર્યું હતું. સ્વામીએ નાણામંત્રી અરૂણ જેટલી પર પરોક્ષ રીતે ચાબખો વિંઝ્યો હતો અને તેમને વણમાંગી સલાહ આપનારા ગણવ્યા હતા. આ વખતે તેમણે જો કે રાજીનામાની માંગ નહોતી કરી. સ્વામીએ એક ટ્વિટમાં કહ્યું કે લોકો વણમાંગી સલાહો આપી રહ્યા છે અને મને અનુશાસિત તથા ચુપ રહેવાની સલાહો આપી રહ્યા છે. પરંતુ એવું નથી સમજી રહ્યા કે જો હું અનુશાસનનું સન્માન ન કરૂ તો લોહીવહે તેવી પરિસ્થિતી સર્જાય.

સ્વામીએ જો કે જેટલીનું સીધુ નામ નહોતું લીધું. જો કે સ્વામીનું આ ટ્વીટ જેટલી દ્વારા જાહેરમાં તેની ઝાટકણી કાઢી નંખાયા બાદ આવ્યું હતું. સ્વામીની મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમને બર્ખાસ્ત કરવાની માંગ અંગે જેટલીએ તેમની જાહેરમાં નિંદા કરી હતી. જેટલીએ કહ્યું કે પાર્ટીએ કહ્યું છે કે તેઓ સ્વામીનાં નિવેદન સાથે સંમત નથી. હું ભારતીય નેતાઓનાં અનુશાસન અંગે પણ એક તથ્ય મુકવા માંગુ છું. અંતે આપણે તે લોકો પર ક્યાં સુધી હૂમલો કરતા રહીશું જે પોતાનાં કાર્યાલયનાં અનુશાસન અને નિયમોનાં કારણે જવાબ નથી આપી શકતા અને આવું એકવાર નહી વારંવાર થયું છે.

એક અન્ય ટ્વીટમાં સ્વામીએ ભાજપનાં નેતૃત્વને તેમ પણ જણાવ્યું કે તેઓ વિદેશ યાત્રા દરમિયાન મંત્રીઓ પાસે પારંપારિક ભારતીય પરિધાન પહેરવા માટે કહે. સ્વામીએ લખ્યું કે ભાજપનેમંત્રીઓને વિદેશમાં પારંપારિક અને આધુનિક ભારતીય પોશાક પહેરવા માટેનાં નિર્દેશો આપવા જોઇએ. કોટ અને ટાઇમાં તેઓ વેઇટર જેવા લાગે છે. અત્રે નોંધનીય છે કે કેટલાક સમાચાર પત્રોમાં જેટલી અને બેંક ઓફ ચાઇનાનાં અધ્યક્ષની બીજિંગ મુલાકાતની તસ્વીર છપાઇ હતી જેમાં જેટલીએ લાઉન્જ સુટ પહેરેલો હતો.

You might also like