કોંગ્રેસે રાજકીય રોટલો શેકવા દેશભક્તિને પણ કોરાણે મુકી : રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી : રાહુલ ગાંધીનાં લોહીની દલાલીવાળા નિવેદન અંગે ભાજપ અને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહની પત્રકાર પરિષદનાં જવાબમાં જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ભાજપ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા તો ભાજપે પણ તુરંત જ વળતો પ્રહાર કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસનાં નિવેદન સૌથી વધારે ખુશ ISIને થશે. કોંગ્રેસની રાહુલ ભક્તિ આજે દેશભક્તિ પર પણ ભારે પડી ગઇ છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધીની ટીપ્પણી શરમજનક હતી. તો કોંગ્રેસની આજની પ્રેસ કોન્ફરન્સ શરમની પરાકાષ્ઠતા છે.

રવિશંકરે કહ્યું કે કોંગ્રેસ પોતાનાં નેતાનાં બચાવમાં આ હદ સુધી જઇ શકશે, તેની આશા અમે નહોતી રાખી. તેમણે કહ્યું કે કપિલ સિબ્બલ અને દિગ્વિજય સિંહ જેવા લોકો ખુબ બોલ્યા કારણ કે જેટલું તેઓ બોલશે અમારા વોટ તેટલા જ વધશે. કપિલ સિબ્બલનાં જૈશ એ મોહમ્મદ વાળા નિવેદનોને અર્થહિન, શરમજનક અને દુર્ભાગ્યપુર્ણ ગણાવતા રવિશંકરે કહ્યું કે, કોંગ્રેસનાં નિવેદનથી સૌથી વધારે ખુશ ISIનાં લોકો હશે.

કોંગ્રેસે રાજનીતિક વિરોધમાં શાલિનતા, સુરક્ષા સહિત તમામ સીમાઓ પાર કરી દીધી છે. કોંગ્રેસ દેશને શું સંદેશ આપવા માંગે છે ?
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર તંજ કસતા રવિશંકરે કહ્યું કે કોંગ્રેસ પોતે રાહુલનાં બોલવાથી પરેશાન છે. તેમણે કહ્યું કે જેએનયુમાં દેશ વિરોધી નારાઓ પર તો રાહુલ ગાંધી કાંઇ પણ નહોતા બોલ્યા. કોંગ્રેસને જો 44માંથી 24 સીટો પર આવવું હશે તો અમારી શુભકામનાઓ તેની સાથે હશે.

પ્રસાદે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક પર ભાજપને ગર્વ છે અને તે આ અંગે કોઇ રાજનીતિ કરવા નથી માંગતી. તેમણે કહ્યું કે કપિલ સિબ્બલે જે પ્રકારે શબ્દાવલીનો ઉપયોગ કર્યો, ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર જેવા વ્યક્તિગત્ત આરોપ લગાવ્યા તેનો જવાબ આપવો જરૂરી હતો.

You might also like