પરષોત્તમ રૂપાલાએ ભાજપના આગેવાનો સાથે કરી પીડિત પરિવારની મુલાકાત

ઉનામાં દલિત યુવકોને માર મારવાના વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત સહિત દિલ્હી સંસદમાં તેના ઊંડા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે એક પછી એક રાજકીય નેતાઓ પીડિત પરિવારના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. આજરોજ પરષોત્તમ રૂપાલા સહિત ભાજપના આગેવાનોએ પીડિત પરિવારના લોકોની મુલાકાત લીઘી છે.

ઉના દલિતકાંડ મુદ્દે પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપતાં જણાવ્યું કે, આરોપીઓ સામે કડક કાર્વાહી કરવામાં આવશે, એક પણ આરોપીને છોડવામાં આવશે નહીં.

ઉના દલિત અત્યાચાર પછી ઠેર ઠેર તેની અસર જોવા મળી છે. અમદાવાદમાં આજે વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન પાસે ઉપવાસ પર બેઠા છે. બોટાદમાં આજે સતત ચોછા દિવસે એસટી બસોના રૂટ બંધ રહેતા મુસાફરોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં પણ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાળવા આવ્યો છે. દલિત લોકો દ્વારા રેલી નિકાળીને મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઉના દલિત અત્યાચારમાં જુદી જુદી પાર્ટીઓનાં રાષ્ટ્રીય નેતાઓ ઉનામાં પીડિત પરિવારોની મુલાકાતે આવી રહ્યા છે. ગઇકાલે જેડીયુના નેતા શરદ યાદવ, સીપીઆઇના સાંસદ ડી. રાજા અને બ્રિંદા કરાત તેમજ ગુજરાતના ધારાસભ્ય છોટું વસાવા સહિતના નેતાઓ સમઢીયાળા પહોંચ્યા હતાં. દિલ્હીના સીએમ કેજરીવાલે શુક્રવારે દલિત પીડિત પરિવારોની મુલાકાત કરી હતી. તે પહેલા રાહુલ ગાંધીએ પણ મુલાકાત કરીને પીડિત પરિવારના લોકોને મળ્યા હતાં.

You might also like