હાર્ટ એટેકના લીધે લાલકૃષ્ણ અડવાણીની પત્નીનું નિધન

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની પત્ની કમલા અડવાણીને હદયરોગનો હુમલો થતાં બુધવારે સાંજે તેમનું નિધન થઇ ગયું છે.

મળતી માહિતી અનુસાર ભાજપના નેતાની પત્ની કમલા અડવાણીને બુધવારે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને દિલ્હેની એમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચતાં કહેવામાં આવ્યું કે કમલા અડવાણીનું હદય રોગના હુમલાથે નિધન થયું છે.

લાલકૃષ્ણ અડવાણી અને કમલા અડવાણીના લગ્ન વર્ષ 1965માં થયા હતા. તેમને બે બાળકો છે, જેમનું નામ પ્રતિભા અને જયંત છે. પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુખ કમલા અડવાણીના મોત પર પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ઇશ્વર તેમની આત્માને શાંતિ અર્પે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે એલકે અડવાણીની તાકાત હતા અને હંમેશા તે કાર્યકર્તાઓનો વિશ્વાસ વધારતાં હતા.


સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે કમલા અડવાણીના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે દુખની આ ઘડીમાં તે અડવાણીજીની સાથે છે. મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને ટ્વિટ કરી કહ્યું કે તે કમલા અડવાણીના નિધનથી આધાતમાં છે અને ઇશ્વર અડવાણી પરિવારને આ દુખ સહન કરવાની તાકાત આપે..

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, શાહનવાઝ હુસૈન, આપ નેતા કુમાર વિશ્વાસ, જમ્મૂ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલા અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ શ્રીમતિ કમલા અડવાણીના મૃત્યું પર શોક વ્યક્ત કર્યો.

You might also like