નોટબંધી બાદ હવે લાગૂ પડે નસબંધી: ગિરિરાજ સિંહ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ગિરિરાજ સિંહએ રવિવારે કહ્યું હતું કે નોટબંધી બાદ હવે દેશમાં નસબંધી ની જરૂર છે. ગિરિરાજના આ નિવેદન પર લોકતોની ટીકા થવા લાગી તો તેમણે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ભારતમાં દર વર્ષે ઓસ્ટ્રેલિયાની જનસંખ્યાના બરાબર આબાદી જોડાઇ રહી છે પરંતુ અમારા સંશધન મર્યાદીત છે. એટલા માટે આપણે રાષ્ટ્રના હીત માટે વિચારવું જોઇએ.

ગિરિરાજ આગળ કહે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાળાધન પર નિયંત્રણ કરવા માટે નોટબંધીનો નિર્ણય કર્યો છે. એવી રીતે આપણે જનસંખ્યા નિયંત્રણ કરવા માટે કડક કાયદાની જરૂર છે. જો આપણે દેશનો વિકાસ અને રાષ્ટ્રહિત ઇચ્છીએ છીએ તો આપણે ભારતની જનસંખ્યાને નિયંત્રિત કરવી જ પડશે.

ગિરિરાજ સિંહે આ નિવેદન પર જેડીયૂએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. જેડીયૂ નેતા અલી અનવરનું કહેવું છે કે નસબંધીની યોજના મોટાપાયા પર લાગૂ પડશે કે નહીં એ માટે તો પછીથી ખબર પડશે પરંતુ આ યોજનાથી ભાજપની નસબંધી જરૂરથી થઇ જશે.

You might also like