ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે…

શુક્રવારથી ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભુપેન્દ્ર યાદવ 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. ત્યારે હવે આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યુ છે કે, ભુપેન્દ્ર યાદવ 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે.

આ પ્રવાસ દરમિયાન તેઓ સંગઠનના હોદ્દેદારો અને કોર ગ્રુપ સાથે મુલાકાત કરશે. તેઓ 2019ની લોકસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા થશે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યુ કે, પીએમ મોદી દ્વારા કરવામાં આવતી મન કી બાત લોકપ્રિય બની છે.

આ કાર્યક્રમથી કાર્યકર્તાઓને માર્ગદર્શન મળશે. ત્યાર બાદ તેમણે કહ્યુ કે, 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસ પર કાર્યક્રમ યોજવામાં આવશે. આ દિવસે બુથ સુધી કાર્યક્રમો યોજાશે. આ દિવસે પ્રભારી મંત્રીઓ જીલ્લાની મુલાકાત લેશે. પ્રભારી મંત્રીઓ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સાથે બેઠક કરશે.

You might also like