હરિયાણામાં ભાજપ નેતાઅે ટોલબુથ અોપરેટરની ધોલાઈ કરી

નવી દિલ્હી: હરિયાણાના ઝજ્જરમાં ભાજપના સ્થાનિક નેતા અને તેમના સમર્થકો દ્વારા ટોલબુથ અોપરેટર સાથે મારામારી કરવાની ઘટના સામે અાવી છે. વીડિયોમાં ચાર-પાંચ લોકોની ભીડ બુથ અોપરેટરના કક્ષમાં ઘૂસે છે અને તેની સાથે જબરદસ્ત રીતે મારપીટ કરે છે. ભીડમાંથી એક વ્યક્તિ અાગળ જઈને બુથ અોપરેટરને પહેલાં તો હાથથી માર મારે છે જ્યારે થોડા સમય બાદ ડંડાથી તેની પીટાઈ કરે છે.

ટોલબુથ મારપીટનો અા દેશનો પહેલો કિસ્સો નથી. પહેલાં પણ અાવા સમાચારો અાવતા રહ્યા છે, જેમાં સ્થાનિક પાર્ટીના નેતા ટોલબુથ પર બેસનાર વ્યક્તિને માર મારતા હોય છે.

અા પહેલાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરેઅે વિવાદાસ્પદ નિવેદન અાપતાં કહ્યું હતું કે તેમનો કોઈ પણ સમર્થક મહારાષ્ટ્રમાં કોઈ પણ ટોલટેકસ નહીં ભરે. જો કોઈ ટેક્સ માગે છે તો તેને પોતાની સ્ટાઈલમાં જવાબ અાપવો અને તેને ત્યાં જ અને અે જ સમયે માર મારો.

મહારાષ્ટ્રના નાસિકમાં શિવસેનાના ધારાસભ્ય અનિલ કદમ અને તેના સમર્થકોઅે એક ટોલ પર મહિલા ટોલ કર્મચારી સાથે ગેરવર્તણૂક કરી હતી. ટોલ અાપવાના બદલે મહિલા કર્મચારી દ્વારા ધારાસભ્યનું નામ પુછાતાં તેમણે અા વર્તણૂક કરી હતી.

You might also like