વ્હોટ્સએપ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર ભાજપ નેતાની ધરપકડ

બેગુસરાય : મોબાઇલ ફોન ચેટિંગ એપ્લીકેશન વ્હોટ્સએપ પર વિવાદાસ્પદ ટીપ્પણી વાળી પોસ્ટ વાઇરલ કરવાનાં મુદ્દે બુધવારે પોલીસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં નેતા રૌનક કુમાર સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ સુત્રોએ અહીં જણાવ્યું કે વ્હોટ્સએપ પર વ્યાવસાયી ક્રાંતિ પાઠકે એક ગ્રુપ બનાવ્યું હતું, જેમાં તેમણે કેટલાક લોકોને જોડી રાખ્યા હતા.

બિહારમાં બેગુસરાય જિલ્લાનાં મટિહાની પોલીસ સ્ટેશન નિવાસી ભાજપનાં નેતા રૌનક કુમારે મંગળવારે સાંજે વિવાદાસ્પદ ટીપ્પણી વાળી એક પોસ્ટ શેર કરી હતી ત્યાર બાદ ગ્રુપમાં પ્રતિક્રિયાઓનો સમય ચાલુ થઇ ગયો. સુત્રોએ જણાવ્યું કે પોસ્ટમાં કરવામાં આવેલી ટીપ્પણીથી એક વ્યક્તિએ તેની ફરિયાદ જિલ્લાનાં નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ત્યાર બાદ પોલીસે ગ્રુપ એડમીન ક્રાંતિ પાઠક અને ભાજપ નેતા રૌનક કુમારની ધરપકડ કરી લીધી હતી.

પુછપરછ બાદ બંન્નેને જેલ મોકલી દેવામાં આવ્યા છે. તે પહેલા પોલીસે વ્હોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોની સુચનાં આપવામાં આવી હતી એપ પર કોઇ પણ વિવાદાસ્પત પોસ્ટ નહી કરે અને જો એવું થાય છે તો તેના માટે ગ્રુપ એડમીનને જ જવાબદાર માનવામાં આવશે.

You might also like