24 ઓક્ટોબરથી NaMoનું મિશન યૂપી, બે મહિનામાં કરશે 8 મોટી રેલી

નવી દિલ્હી: ભારતે ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે બધી જ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂપીમાં 8 રેલી કરશે. મોદીની પહેલી રેલી મહોબામાં 24 ઓક્ટોબરે થશે. જો કે ભાજપની યૂપી વિધાનસભા ચૂંટણીને લઇને પરિવર્તન યાત્રા 5 નવેમ્બરથી શરૂ થશે.

કોંગ્રેસની કિસાન યાત્રા સભા બાદ હવે ભાજપ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કૂદવા માટેની રણનિતી બનાવી દીધી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાંચ નવેમ્બરે પરિવર્ત યાત્રાને લીલી ઝંડી દેખાડશે. ત્યારબાદ ઉમા ભારતી, કલરાજ મિશ્ર અને રાજનાથ સિંહ પણ પરિવર્ત યાત્રા હેઠળ રેલીઓ કરશે. ભાજપે સર્જિકલ સ્ટ્રાઇક પછી રક્ષા મંત્રી મનોહર પર્રિકરને પણ ચૂંટણી પ્રચારનો હિસ્સો બનવા પર ધ્યાન આપ્યું છે.

ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 5 નવેમ્બરથી પરિવર્તન યાત્રાના નામ પર શરૂ થનારી યૂપી ચૂંટણી પ્રચારની પૂર્ણાહુતિ 25 ડિસેમ્બરે કરવામાં આવશે. આ પ્રસંગે લખનઉમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાંચ નવેમ્બરે સહારનપુરથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરશે. તો 6 નવેમ્બરે ઉમા ભારતી અને કેશવ પ્રસાદ મોર્ય લલિતપુરમાં પરિવર્તન યાત્રા કરશે. 8 નવેમ્બરે બલિયાથી કલરાજ મિશ્રા યાત્રાની કમાલ સંભાળશે. તો સોનભદ્રથી રાજનાથ સિેંહ પરિવર્તન યાત્રા નિકાળશે.

પરિવર્તન યાત્રા દરમિયાન અમિત શાહ, રાજનાથ સિંહ, મનોહર પર્રિકર, કલરાજ મિશ્રા અને ઉમા ભારતી સહિત ભાજપના અન્ય મોટા નેતાઓ પાસેથી 10 દિવસનો સમય માંગવામાં આવ્યો છે. આ દરેક નેતા યૂપીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 30થી 40 સભા સંબોધશે.

You might also like