VIDEO: રાજ્યની જનતાએ વિકાસની રાજનીતિને કર્યું સમર્થનઃ જીતુ વાઘાણી

ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ જોરશોરથી ચાલી રહી છે ત્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થઇ ગઇ. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન તારીખ 9 ડિસેમ્બરનાં રોજ યોજાઇ ગયું. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન યોજાયું હતું. આ પ્રથમ તબક્કાનાં મતદાનમાં કુલ 89 બેઠકો પર સરેરાશ 68% મતદાન થયું હતું.

જ્યારે બીજા તબક્કાનું મતદાન તારીખ 14 ડિસેમ્બરનાં રોજ આજનાં દિવસે યોજાયું. આજનાં આ બીજા તબક્કાનાં મતદાનમાં સરેરાશ 66% મતદાન થયું. ત્યારે બીજા તબક્કાનું આ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગયું.

ત્યારે આજે અમદાવાદ ખાતે ભાજપ મીડિયા સેન્ટરથી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. બીજા તબક્કાનાં મતદાન બાદ ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે,”જેમ પાણીમાં પરપોટો ફૂટે તેમ કોંગ્રેસને જનતાએ ફોડી છે. શાંતિપૂર્વક મતદાન કરવા બદલ હું સૌનો આભાર વ્યક્ત કરૂ છું.

રાજ્યની જનતાએ વિકાસની રાજનીતિને સમર્થન કર્યું. પીએમ મોદીને ગુજરાતની જનતાએ સાથ આપ્યો છે. ગુજરાતીઓએ પીએમ નરેન્દ્ર મોદીનો સાથ આપ્યો. જનતાએ વિકાસની રાજનીતિનું સમર્થન કર્યું છે. ભાજપે વિકાસની રાજનીતિ કરી. ગુજરાતમાં તમામ વર્ગોનો સહકાર ભાજપને મળ્યો છે. ગુજરાતમાં ભાજપની 6 વખત સરકાર બનવા જઈ રહી છે.”

ઉલ્લેખનીય છે કે વિવિધ એજન્સીઓનાં એક્ઝિટ પોલનાં આંડડાઓ આજે જાહેર થઇ ગયાં છે. ત્યારે એવું અનુ્માન લગાવી શકાય કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળશે. ભાજપને સરેરાશ 100થી 110 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 75 થી 80 સીટો મળવાનું અનુમાન છે. એટલે કે રાજયમાં ફરીથી ભાજપની સરકાર રચાવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. ભાજપમાં ફરીથી ભગવો લહેરાશે અને ગુજરાતમાં ભાજપની સરકાર બનશે.

You might also like