પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર મારૂ સ્વપ્ન : શાહ

ભુવનેશ્વર : ભાજપ કેન્દ્રની સત્તા ઉપરાંત 13 રાજ્યોમાં શાસન કરી રહ્યું છે. જો કે પાર્ટી અધ્યક્ષ હજી પણ સંતુષ્ટ નથી. ભુવનેશ્વરમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે હજી ભાજપનો સુવર્ણ કાળ નથી આવ્યો. તેમણે કહ્યું 2014માં જ્યારે આપણે જીત્યા તો કહેવામાં આવ્યું કે ભાજપ ચમોત્કર્ષ પર પહોંચી ચુકી છે, 2017માં પણ આ જ કહેવામાં આવ્યું પરંતુ ભાજપની સફળતા ચરમ પર નથી.
હજી 13 રાજ્યોમાં આપણી સરકાર છે પરંતુ અમારી કલ્પના છે કે દેશમાં દરેક પ્રદેશમાં આપણી સરકાર હોય. એનડીએમાં 31 દળ જોડાઇ ચુક્યા છે. 2019માં આપણે નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવવાનાં છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ જ હોવી જોઇએ. અમિત શાહે તેમ પણ કહ્યું કે ભાજપનો સુવર્ણકાળ દેશનાં સ્વર્ણિમ કાળ સાથે જોડાયેલ છે.

કેન્દ્રીય કાયદા અને દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહનાં ભાષણનો ટાક્યું હતું. શાહે એક તરફ યૂપીમાં જીતની ચર્ચા કરી તો કેરળ, તમિલનાડુ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઉત્તરપુર્વનાં રાજ્યોમાં પાર્ટીને મજબુત બનાવવાનું લક્ષ્ય મુક્યું હતું. તેના માટે કાર્યકરિણીનાં તમામ સભ્યોને 15 દિવસનો સમય બુથ પર આપવા માટે કહ્યું છે. પોતે અમિત શાહ સપ્ટેમ્બર સુધી 95 દિવસો સુધી દેશનાં ઘણા રાજ્યોની મુલાકાત કરશે અને બુથ લેવલનાં વર્કર્સ સાથે બેઠક કરશે.

You might also like