એક વર્ષમાં ભાજપની આવકમાં ૪૪ ટકાનો વધારોઃ ADR રિપોર્ટ

નવી દિલ્હી: દેશના પાંચ રાષ્ટ્રીય પક્ષની આવક એક વર્ષમાં ૩૯ ટકા વધીને રૂ. ૧૨૭૫.૭૮ કરોડ થઈ ગઈ છે. આ પક્ષમાં ભાજપ, સીપીઆઈ, બીએસપી અને એનસીપીનો સમાવેશ થાય છે. તમામ પક્ષમાં આવકની બાબતમાં ભાજપ સૌથી આગળ છે. ભાજપની આવકમાં ૪૪ ટકા જેટલો વધારો થયો છે.

એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ અનુસાર આવકની બાબતમાં ભાજપ રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી ટોચ પર છે. ચૂંટણીપંચના ૧૯ નવેમ્બર, ૨૦૧૪ના નોટિફિકેશન અનુસાર તમામ રાજકીય પક્ષોએ પોતાનો ઓડિટ રિપોર્ટ આપવો જરૂરી છે. તમામ પક્ષ માટે વાર્ષિક ઓડિટ આપવાની છેલ્લી તા.૩૦ નવેમ્બર, ૨૦૧૫ હતી. કોંગ્રેસે ચૂંટણીપંચને વર્ષ ૨૦૧૪-૧૫નો નાણાકીય ઓડિટ રિપોર્ટ આપ્યો નથી.

You might also like