રજી અને કોલસા કૌભાંડ વખતે ચુપ રહેનારા નોટબંધી મુદ્દે રાજીનામા માંગી રહ્યા છે

નવી દિલ્હી : નોટબંધી મુદ્દે વિપક્ષનાં હૂમલાખોર વલણ બાદ ભાજપે પણ વળતો હૂમલો કર્યો હતો. વિપક્ષની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ બાદ કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે સરકારની તરફથી મોર્ચો સંભાળ્યો હતો. રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર શાબ્દિક હૂમલો કરતા તેને દેશની થી ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી અને તેમની પાર્ટી ભ્રષ્ટાચારને મહત્વ આપનારી પાર્ટી છે. નોટબંધી દેશને ઇમાનદાર બનાવવા માટે કરવામાં આવી છે. આતંકવાદ, નકસલવાદને અટકાવવા માટે કરવામાં આવી છે. મોદીનાં રાજીનામુ શા માટે માંગવામાં આવી રહ્યું છે આખો દેશ સરકારની સાથે ઉભો છે.

ભાજપનાં વરિષ્ઠ નેતાએ કહ્યું કે, આજની પીસીથી સાબિત થાય છે કે ભ્રષ્ટ લોકો પર મોદી સરકારનાં હૂમલાથી કોને પરેશાની થઇ રહી છે. વડાપ્રધાન સાથે જનતાનો આશિર્વાદ છે, ભ્રષ્ટ લોકોનાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. રાહુલ તેનો જવાબ આપે કે તેઓ કડક અમલથી પરેશાન કેમ છે ? રોજ ગોટાળા પકડાઇ રહ્યા છે તો શું રાહુલ ગાંધી અને તેમના સાથીઓ તેનાથી પરેશાન છે ?

રવિશંકર પ્રસાદે કહ્યું કે, આઝાદ ભારતનો સૌથી મોટો ગોટાળામાં તેમનું નામ જોડાઇ રહ્યું છે. કેબિનેટ મંત્રીએ કહ્યું કે, રાહુલ પહેલા તે જણાવે કે 2જી સ્કેમ અને કોલસા ગોટાળા સમયે મનમોહનસિંહ કેમ ચુપ રહ્યા? આજે તેઓ પુછે છે કે સંસદને ભરોસામાં કેમ ન લીધી. પ્રસાદે દાવો કર્યો કે નાણામંત્રી અને વડાપ્રધાન બોલવા માટે તૈયાર હતા પરંતુ વિપક્ષ સંસદ નથી ચાલવા દઇ રહ્યું.

You might also like