2017માં વિધાનસભાના રથના સારથી બેન બને તેવી શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીની કમાન આનંદીબહેનને સોંપવામાં આવે તેવી શક્યતા છે. ઉતરાયણ બાદ આનંદીબેનને ચૂંટણી અંગેની ખાસ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે. બેનના ફેસબુક રાજીનામા બાદ પણ ભાજપ તેમને મહત્વની જવાબદારી સોંપવાની તૈયારીઓ કરી રહ્યું છે.

ગુજરાતમાં આનંદીબેન પટેલના રાજીનામા બાદ આવેલી રૂપાણી સરકારનુ કોઇ નોંધનીય કામ નથી રહ્યું. બીજી તરફ નવા પ્રદેશ પ્રમુખ જીતી વાધાણીની સંગઠન પરની પકડ હજી જોઇએ તેવી મજબુત નથી. પરિણામે સરકારની કામગીરી અને સંગઠનને બાકી નિમણુંકના કારણે પક્ષના કાર્યકરો અને પ્રજામાં ભાજપ પ્રત્યેનો અસંતોષ વધી રહ્યો છે.

તાજેતરમાં જ મળેલી ભાજપની ચિંતન શિબિર અને સંઘની સમન્વય બેઠકમાં આ અંગેની ગંભીર ચર્ચા કરાઇ હતી. જેમાં 2017 સુધીની સંગઠન અને સરકારની આ પ્રકારની કામગીરી રહે તો ભાજપનું જીતવું ભારે પડી શકે છે તેવી ચર્ચા થઇ હતી. આ પરિસ્થિતીમાં સંઘ અને ભાજપ આગેવાનોએ સાથે મળીને નક્કી કર્યું હતુ કેબાજપનાં સીનિયર આગેવાનોને ચૂંટણીની જવાબદારી સોંપી સંગઠન અને સરકાર વચ્ચે સંકલન સાધી પ્રજા વચ્ચે સંપર્ક કરી શકાય.

You might also like