ભાજપ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે વિપક્ષ પાછળ : નાયડૂ

નવી દિલ્હી : વિપક્ષની રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર મુદ્દે બેઠક અંગે કેન્દ્રીય શહેરી વિકાસ અને માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડૂએ મજાકિયા અંદાજમાં કહ્યું કે અમે એક છીએ અને વિપક્ષ વહેંચાયેલો છે. તેમણે કહ્યું કે અમે આશ્વસ્ત છીએ, તેઓ સંદેહમાં છે. તેમણે વિપક્ષને દિશાહિન ગણાવતા કહ્યું કે અમે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યારે તેઓ પાછા હટી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ જુલાઇમાં પુરો થવા જઇ રહ્યો છે. એવામાં વિપક્ષી પાર્ટીઓમાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર મુદ્દે ચડસા ચડસી વધી રહી છે. ઉમેદવારની પસંદગી અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષની 17 પાર્ટીઓએ બેઠક યોજી હતી.

બેઠક માટે જેડીયુ, સીપીઆઇ, સીપીઆઇ, સપા, ડીએમકે, એનસીપી, આરજેડી અને ટીએમસીને નિમંત્રણ મોકલ્યું હતું. વિપક્ષ હાલનાં સમયમાં દેશનાં આગામી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી મુદ્દે એક થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

You might also like