કૈલાશ વિજયવર્ગીએ શત્રુઘ્નની તુલના કુતરા સાથે કરી

ભોપાલ : બિહારમાં ભાજપનાં નેતૃત્વમાં એનડીએ ગઠબંધનની હાર બાદ ચારેબાજુ ઉથલપાથલ મચેલી છે. તો બીજી તરફ પાર્ટી માની રહી છે કે શત્રુધ્ન સિન્હા અને આર.કે સિંહ જેવા નેતાઓનાં બફાટથી તેમને ખુબ જ નુકસાન પહોંચ્યું છે. આ તરફ અંગુલી નિર્દેશ કરતા રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીએ ઇશારા ઇશારામાં જ શત્રુઘ્ન સિન્હા પર આજ સુધીનો સૌથી તીખો પ્રહાર કર્યો હતો.
શત્રુઘ્ન સિન્હા અંગે પુછાયેલા એક સવાલનો વિજયવર્ગીએ આકરો જવાબ આપ્યો હતો. વર્ગીએ કહ્યું કે જ્યારે બળદગાડુ ચાલતું હોય તો ક્યારેક ક્યારેક કુતરા તેની નીચે ચાલતા હોય છે. કુતરાને એમ લાગે છે કે ગાડી તેનાં ભરોસે જ ચાલી રહી છે. પરંતુ એવું હોતું નથી. પાર્ટી ક્યારે પણ એક વ્યક્તિનાં ભરોસા પર ચાલતી નથી. પાર્ટી એક સંપુર્ણ સંગઠન શ્રૃંખલા છે.

અત્રે નોંધનીય છેકે અગાઉ વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પણ શત્રુની ઝાટકણી કાઢી હતી. તેમણે તો કાર્યવાહીની શક્યતા પણ જણાવી હતી. તેમણે કહ્યું કે શત્રુ ભાજપની વિરુદ્ધ રચાઇ રહેલા કાવત્રામાં સંડોવાયા. પાર્ટી તેની વિરુદ્ધ જરૂર કાર્યવાહી કરશે. અત્રે નોંધનીય છેકે ઉમા ભારતીએ ભાજપની હારને એક કાવત્રુ ગણાવ્યું હતું. દેશમાં મોદીજીનાં નેતૃત્વમાં ઝડપી આગળ વધી રહેલી સરકારની વિરુદ્ધ કાવત્રા થઇ રહ્યા છે.

એવોર્ડ પરત કરવા, બીફ મુદ્દો અને જે ટીપ્પણીઓ થઇ રહી છે તે તમામ એક કાવત્રાનો ભાગ જ છે. શત્રુધ્ન પણ આ કાવત્રામાં ભાજપની વિરુદ્ધ રહ્યા. તેની વિરુદ્ધ કાર્યવાહી થશે જ .

You might also like