ભાજપનાં પૂર્વ નેતા જયંતિ ભાનુશાળીની કથિત વીડિયો ક્લિપ વાઇરલ

સુરતઃ ભાજપનાં એક પૂર્વ નેતા જયંતિ ભાનુશાળીનો એક કથિત વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં ભાનુશાળી એક યુવતિ સાથે આસામાન્ય હાલતમાં જોવા મળી રહેલ છે. આપ જોઇ શકો છો કે આ ક્લિપમાં ભાનુશાળી એક યુવતી સાથે રંગરેલીયા મનાવતા જોવાં મળી રહેલ છે.

આ વીડિયો પરથી એવું પણ સાબિત થાય છે કે આ ક્લિપ યુવતી અને ભાનુસાળીએ બંને લોકોએ સાથે મળીને બનાવી છે. ઉલ્લેખનીય છે કે સુરતની યુવતીએ જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. એડમિશનની લાલચ આપીને દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાજપનાં પૂર્વ નેતા એવાં જયંતી ભાનુશાળી સામે સુરતની એક પીડિતા યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ભાનુશાળીએ ફેશન ડિઝાઇનિંગમાં પ્રવેશ અપાવવાનાં બહાને તેની સાથે કારમાં તથા અમદાવાદની હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું તેમજ પીડિતાનો અશ્લીલ વીડિયો પણ મોબાઇલમાં ઉતારીને બ્લેકમેલિંગ કર્યુ હોવાંની પણ પીડિતાએ વાત કરી હતી.

આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ભાનુશાળીએ વારંવાર પીડિતાનું શારીરિક શોષણ પણ કર્યું હતું. જો કે મહત્વનું છે કે તાજેતરમાં એક કથિત વીડિયો ક્લિપ પણ વાયરલ થઇ છે કે જેમાં ભાનુશાળી કઢંગી હાલતમાં એક યુવતી સાથે રંગરેલીયા મનાવતા જોવાં મળી રહેલ છે.

You might also like