અમિત શાહના કાર્યકાળમાં વધારો, જાન્યુ.2020 સુધી રહેશે રાષ્ટ્રીય અધ્યક્ષ

728_90

દિલ્હીના આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણની બે દિવસની બેઠકના પ્રથમ દિવસે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. જેમાં ભાજપના અધ્યક્ષ તરીકે અમિત શાહનો એક વર્ષનો કાર્યકાળ વધારવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમિત શાહનો જાન્યુઆરી 2019માં કાર્યકાળ સમાપ્ત થતો હતો. આમ હવે એક વર્ષ બાદ સંગઠન ચૂંટણી યોજાશે. અમિત શાહે જણાવ્યું કે SC/ST મુદ્દા પર ભ્રમ ફેલાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેને લઇને 2019ની ચૂંટણી પર કોઇ અસર પડશે નહીં.

અમિત શાહે કહ્યું કે 2019માં ભાજપાને પૂર્ણ બહુમત મળશે, કારણ કે સંકલ્પ શક્તિને કોઇ પરાજય કરી શકતું નથી. ઉલ્લેખનીય છે કે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષે પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ તેમજ પ્રદેશ એકમોના અધ્યક્ષો સાથે બેઠક યોજી હતી.

જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં લોકસભા 2014 ચૂંટણીમાં મેળવેલ બહુમત કરતાં વધારે જીતનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં અમિત શાહે 30 કરોડ લોકો સુધી પહોંચવાનો લક્ષ્ય તેમજ જીતનો મંત્ર આપ્યો.

You might also like
728_90