ફરાર દયાશંકર સિંહના માથે 50 લાખનું ઇનામ

નવી દિલ્હીઃ  બસપા સુપ્રીમો માયાવતી પર ભાજપના નેતા દ્વારા ખોટી કોમેન્ટ બાબતના વિવાદ વધતો જ રહ્યો છે. દયાશંકરની જીભ કાપીને લાવનારને 50 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. બીએસપીની ચંડીગઢ યૂનિટની ચીફ જન્નચ જહાંએ ગુરુવારે દયાશંકર સિંહની જીભ પર 50 લાખના ઇનામની વાત કરી દીધી છે. જન્નત જહાંએ કહ્યું કે જે પણ દયાશંકરની જીભ લઇને આવશે તેને 50 લાખ રૂપિયા આપવામાં આવશે.

બસપા સુપ્રીમો માયાવતીને વેશ્યા કહેનાર યૂપીના બીજેપી ઉપાધ્યક્ષ દયાશંકર સિંહને પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યાં છે. તો અપશબ્દો બોલવા મામલે તેમની ઘરપકડ કરવા માટે પોલીસ તેમના નિવાસ્થાને ગઇ તો તે ત્યાંથી ફરાર થઇ ગયા છે. માયાવતીને અપશ્બદો કહેવા મામલે તેમની વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તેમની ધરપકડ કરવા માટે તેમને શોધી રહી છે. તો બીજી બાજુ  લખનૌમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. દયાશંકરના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. બે દિવસ ચાલનાર સત્રમાં આ મુદ્દે હંગામો થઇ શકે છે.

આ નિવેદનને પગલે ગુરૂવારે બીએસપી નેતા અને કાર્યકર્તા લખનઉમાં વિરોધ પ્રદર્શન કરવાના છે. બસપા નેતા નસીમુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું છે કે બીજેપી અધ્યક્ષ અમિત શાહના ઇશારા પર દયાશંકર સિંહે માયાવતી માટે અપશ્બદો બોલ્યા છે. બીજેપી સાંસદ અને માયાવતીના સલાહકાર સતીશચંદ્ર મિશ્રએ જણાવ્યું છે કે આ મામલો અમે કોર્ટમાં લઇને જઇશું.

રાજ્યસભામાં વિપક્ષે બીજેપી નેતાની ઘરપકડ કરી અને નિંદા પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે. સંસદમાં ગુરૂવારે બીજેપી દલિતોના મુદ્દા પર પોતાના નેતાના નિવેદન બાદ બીજેપી મુશ્કેલીમાં આવી ગયું છે. ગુજરાતના ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર મામલે વિપક્ષે બીજેપી પર તીખા પ્રહારો કર્યા હતા. ત્યારે બીજેપીના જ નેતા દ્વારા માયાવતી માટે બોલાવામાં આવેલા અપશ્બદોને કારણે બીજેપીની મુશ્કેલી વધી ગઇ છે. આ મામલે વિપક્ષ માયવતીની પડખે છે અને દયાશંકર સિંહની એસસી-એસટી એક્ટ હેઠળ ઘરપકડ કરવામાં આવે તેવી માંગ પણ છે. જોકે વિવાદ વધતા દયાશંકર સિંહે માયાવતીની માંફી માંગી લીધી હતી.

You might also like