ભાજપ એક દલિતને રાષ્ટ્રપતિ બનાવશે એવી વિરોધીઓએ કલ્પના પણ નહીં કરી હોયઃ PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં રોજ એવું કહ્યું કે અમારા પ્રતિસ્પર્ધી ક્યારેય એવું નહીં વિચારી શકે કે જ્યારે અમને રાષ્ટ્રપતિને પસંદ કરવાનો મોકો મળશે તો અમે આ પદ માટે એક દલિતને પસંદ કરીશું. પીએમ મોદીએ 39માં સ્થાપના દિવસ પર વીડિયો કોન્ફરન્સનાં આધારે કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ વાત કરી હતી.

તેઓએ આગળ વધુમાં એમ જણાવ્યું કે,”જૂઠ્ઠું ફેલાવનાર આ વાતને નહીં પચાવી શકે કે ભાજપની પાસે આવાં કેટલાં બધાં દલિત સાંસદ અને એસસી/એસટી MLA છે. ભાજપ એક લોકતાંત્રિક પાર્ટી છે કે જે એક લોકતાંત્રિક દેશને સુચારૂ રૂપથી ચલાવી શકે છે. ભાજપ ભાગલા, વંશવાદ અને અહમથી અનેક ઘણું દૂર છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે,”વર્તમાન સમયમાં વિપક્ષ ભાજપનો સખત વિરોધ કરી રહ્યું છે અને ક્યારેક-ક્યારેક હિંસક પણ બની જાય છે. પરંતુ આનો મતલબ એ નથી કે અમે કોઇ ભૂલ કરી છે પરંતુ આ જ ભાજપની તાકાત છે કે જેનાંથી વિપક્ષ પ્રભાવિત થાય છે. સાચી હકીકત તો એ છે કે આ બાબત કોઇને પચતી નથી કે કેવી રીતે એક પછાત વર્ગનાં પરિવારમાંથી આવનાર શખ્સ દેશની સેવા કરી રહેલ છે.”

You might also like