ભાજપે જાહેર કરી રાજ્યસભાનાં ઉમેદવારોની યાદી, અનિલ બલૂની સહિત 18 નામો શામેલ

દેશનાં 16 રાજ્યોમાં 58 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી થવા જઈ રહી છે. ભાજપે જુદા જુદા રાજ્યોમાંથી 18 ઉમેદવારોનાં નામની ઘોષણા કરી દીધી છે. જેમાં છત્તીસગઢથી સરોજ પાંડે, ઉત્તરાખંડથી અનિલ બલૂની, રાજસ્થાનથી કરોડી લાલ મીણા અને મદનલાલ સોની, મહારાષ્ટ્રથી નારાયાણ રાણે અને વી. મુરલીધરનનાં નામની જાહેરાત કરી છે.

તો હરિયાણાથી લેફ્ટનન્નટ જનરલ ડીપી. વત્સ, મધ્ય પ્રદેશથી અજય પ્રતાપ અને કૈલાશ સોની, ઉત્તર પ્રદેશથી અશોક વાજપેયી, વિજય પાલસિંહ તોમર, સકલ દીપ રાજભર, કાંતા કરદમ, ડો. અનિલ જૈન, જી.વી.એલ નરસિમ્હા રાવ, હરનાથસિંહ યાદવ, રાજીવ ચંદ્રશેખર, સમીર ઉર્ણવનાં નામો જાહેર કરાયાં છે.

ભાજપનાં ઉમેદવારોની યાદી કરાઇ જાહેરઃ
છત્તીસગઢઃ સરોજ પાંડે
ઉત્તરાખંડઃ અનિલ બલૂની
રાજસ્થાનઃ કિરોડી લાલ મીણા, મદન લાલ સૈની
મહારાષ્ટ્રઃ નારાયણ રાણે, વી. મુરલીધરન
હરિયાણાઃ લે. જનરલ ડી.પી.વત્સ (નિવૃત્ત)
મધ્યપ્રદેશઃ અજય પ્રતાપસિંહ, કૈલાશ સોની
યૂપીઃ અશોક વાજપેયી, વિજયપાલ સિંહ તોમર, સકલ દીપ રાજભર
યૂપીઃ કાંતા કરદમ, ડો. અનિલ જૈન, GVL નરસિમ્હા રાવ
યૂપીઃ હરનાથસિંહ યાદવ, રાજીવ ચંદ્રશેખર, સમીર ઉર્ણવ

You might also like