હવે બુહમતિથી એક બેઠક આગળ છે ભાજપ, લોકસભામાં 273 બેઠક થઇ….

2014 ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહૂમતિ આપી. તે સમયે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર એવી હતી કે ભાજપને રેકોર્ડ 282 બેઠક મળી હતી. પરંતુ 2018 આવતા સુધીમાં ભાજપની લોકસભાની બેઠકો ઘટવા લાગી. ચાર વર્ષમાં ભાજપની 282 લોકસભા બેઠકમાંથી 273 પર પહોંચી ગઇ.

હાલમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપને 2 બેઠકો પર ઝટકો લાગ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગોરખપુર અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદની ફુલપુર બેઠક પર ભાજપનો પરાજય થયો છે. આ બંને બેઠક પર બસપા સમર્થિત સપાએ જીત મેળવી છે. આ પરિણામ બાદ ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આગામી 2019ની ચૂંટણીને લઇને ભાજપમાં ફરી મંથન શરૂ કરાયું છે. ઉલ્લેખનીય છે કે 2014માં પીએમ મોદી લહેર જોવા મળી હતી. 2014માં યોજાયેલ બીડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા બેઠક પરથી ભાજપની અંદાજે 7 લાખ અને 3 લાખ મતથી પેટા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ત્યારબાદ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર જોવા મળી હતી.

પરંતુ 2015માં આ લહેરને ઝટકો લાગ્યો હતો. મધ્યપ્રદેશમાં રતલામ બેઠક પર કોંગ્રેસની જીત મળી હતી અને ભાજપની હાર થઇ હતી. વર્ષ 2017 અને 2018માં યોજાયેલ 5 લોકસભા પેટાચૂંટણીમાં આ લહેર થોડી વધારે ફિક્કી પડતી જોવા મળી હતી. જેમાં ભાજપે ગુરદાસપુર, અલવર, અજમેરની સાથે ફૂલરપુર અને ગોરખપુર બેઠક પર પરાજયનો સામનો કરવો પડ્યો.

આ બેઠક પર ભાજપની થઇ હાર…
ગોંડિયા (મહારાષ્ટ્ર), ફૂલપુર(યુપી), ગોરખપુર (યુપી), અજમેર (રાજસ્થાન), અલવર (રાજસ્થાન), ગુરદાસપુર (પંજાબ), રતલામ (મધ્યપ્રદેશ), કૈરાના (ઉત્તર પ્રદેશ), પાલઘર (મહારાષ્ટ્ર)

You might also like