કોંગ્રેસે UN રિપોર્ટ પર કેન્દ્ર સરકારના વલણને આપ્યું સમર્થન

કોંગ્રેસે કાશ્મીરના યૂએન રિપોર્ટને લઇને કેન્દ્ર સરકારના વલણને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે રિપોર્ટને હાલની વાસ્તવિકતાને નકારવા જેવી છે. સંયુક્ત રાષ્ટ્રએ ધ્યાન રાખવું જોઇએ કે પાકિસ્તાન આતંકીઓને ભારત મોકલી રહ્યું છે અને જમ્મ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

જ્યારે કોંગ્રેસના નેતા અહમદ પટેલે કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે અને કોંગ્રેસ તેને નામંજૂર કરે છે. જ્યારે રાજીવ શુકલાએ કહ્યું આતંકીઓને યુએન દ્વારા ઉગ્રવાદી સંગઠન બતાવી સમર્થન આપવાને નામંજૂર કરવો જોઇએ. જ્યારે શુકલાએ જણાવ્યું કે કાશ્મીરમાં આતંકીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

પાકિસ્તાને યુએન રિપોર્ટમાં પોતાના કબ્જા હેઠળના કાશ્મીર પર કોઇ ટિપ્પણી ન કરી પરંતુ ભારતને સલાહ આપવામાંથી પર ન આવ્યું. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું કે પાક અધિકૃત કાશ્મીર બહાના હેઠળ ભારત કાશ્મીરમાં હકીકત છુપાવવાનો પ્રયત્ન ન કરે.

You might also like