હતાશ કોંગ્રેસે શિક્ષણ ક્ષેત્રને રાજકીય એજન્ડામાં સાંકળ્યોઃ ભાજપનો આક્ષેપ

હતાશ મને નિરાશ થયેલી કોંગ્રેસે શિક્ષણના સામાજિક ક્ષેત્રને રાજકીય એજન્ડામાં સાંકળ્યો હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરાયો હતો. ભાજપના પ્રદેશ પ્રવકતા આઈ. કે. જાડેજાએ રાજ્યમાં કોંગ્રેસ અને કોંગ્રેસ પ્રેરિત લોકો દ્વારા ગુણોત્સવ કાર્યક્રમમાં અવરોધ ઊભા કરવાના કૃત્યને સખત શબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે નાના ભૂલકાઓને રાજકીય રોટલા શેકવા ઢાલ તરીકે આગળ ધરવા અને કુમળા માનસમાં કુવિચારોનું આરોપણ કરવાનું પાપ શિક્ષણ અને સમાજ વિરોધી માનસિકતાનું પ્રતિબિંબ છે.

રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા તપાસવા અને તેની સુધારણા હેતુનો કાર્યક્રમ યોજતી હોઈ તેમાં કોંગ્રેસના પેટમાં શું દુઃખે છે. સાંપ્રત મુદ્દાઓને શિક્ષણ સુધારણા રચનાત્મક કાર્યક્રમ આડે કોંગ્રેસ આડસ તરીકે ઊભી કરી રહી છે. જેનું પરિણામ સારું નહીં આવે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

જાડેજાએ સામાજિક સોહાર્દ અને રાજ્યમાં કાયમી સદભાવ જળવાઈ રહે તે માટે સમસ્યાના ઉકેલની દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરતી હોય ત્યારે પોતાના ક્ષુલ્ક સ્વાર્થ માટે ભાવિ પેઢીના માનસ સાથે ચેડા કરી તેઓ ગુજરાતનું અહિત કરી રહ્યા છે તેમ પણ જણાવ્યું હતું.

You might also like