ભાજપે રામનાં નામે દેશની પ્રજાને આપ્યો દગોઃ પ્રવિણ તોગડિયા

મુરાદાબાદઃ વિશ્વ હિન્દુ પરિષદનાં અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ ફરી એક વાર મોદી સરકાર અને RSS સામે પોતાની નારાજગી વ્યકત કરી છે. આ વખતે પ્રવિણ તોગડિયાએ રામ મંદિરને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.

RSS અને મોદી સરકાર પર નિશાન સાધતા પ્રવિણ તોગડિયાએ કહ્યું કે,”રામ મંદિર મામલે RSS અને ભાજપે દેશની પ્રજાને દગો આપ્યો છે. તો દેશમાં વિકાસને લઈને પણ પ્રવિણ તોગડિયાએ મોદી સરકારને આડે હાથ લીધી છે.

પ્રવિણ તોગડિયાએ સરકારનાં વિકાસનાં દાવાઓને ખોખલાં ગણાવ્યાં છે. તેઓનું એમ કહેવું છે કે સરકારે દેશમાં હજુ સુધી વિકાસનાં કોઈ જ કાર્યો કર્યાં નથી.”

યૂપીનાં મુરાદાબાદ જિલ્લામાં પહોંચેલા પ્રવિણ તોગડિયાએ અહીં વિશ્વ હિંદુ પરિષદનાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં. આ દરમ્યાન તેઓએ કેન્દ્ર અને પ્રદેશની સરકારને નિશાન બનાવતા જણાવ્યું કે સરકાર રામ મંદિર, ખેડૂતોની આત્મહત્યા, ઉદ્યોગો બંધ થવા મામલે કંઇ જ નથી કરી રહી.

આ સિવાય તેઓએ એમ પણ કહ્યું કે તેઓએ એવો વાયદો પણ કર્યો હતો કે રામ મંદિર બનાવીશું પરંતુ હવે તેઓ એવું કહી રહ્યાં છે કે જ્યાં સુધી કોર્ટનો આદેશ નહીં આવે ત્યાં સુધી તેની રાહ જોવી પડશે. તેઓ એ કારસેવકોને ભૂલી ગયાં છે કે જેઓએ રામ મંદિર માટે બલિદાન કરી નાખ્યું.”

You might also like