ચૂંટણી નજીક આવતા જ ભાજપે કર્યો ઓબીસી કાર્ડનો ઉપયોગ : જાણો પ્રદેશ પ્રમુખનાં આટાપાટા

નવી દિલ્હી : ભાજપે 5 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષોની નિયુક્તી કરી છે. ઉત્તર પ્રદેશમાં કેશ પ્રસાદ મોર્ય, કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા, પંજાબમાં વિજય સાંપલા, તેલંગાણામાં ડૉ. કે લક્ષ્મણ અને અરૂણાચલમાં તાપિર ગાવને પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બી.એસ યેદિયુરપ્પાએ ભ્રષ્ટાચારનાં આરોપોનાં પગલે મુખ્યમંત્રી પદપરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામાની સાથે સાથે તેણે 2012માં ભાજપનો સાથ પણ છોડી દીધો હતો.

2014માં વડાપ્રધાન પદનાં ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી દ્વારા ભાજપનું પ્રચાર અભિયાન સંભાળવામાં આવ્યા બાદ તે ફરીથી ભાજપમાં પરત ફર્યા હતા. કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે મોટા ફેરફાર કરીને 11 ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા હતા. જેમાં બી.એસ યેદિયુરપ્પાનો પણ સમાવેશ થાય છે. પાર્ટીની બહાર રહેવા દરમિયાન યેદિયુરપ્પાએ વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાની નવી કર્ણાટક જનતા પાર્ટીની રચના પણ કરી હતી. તેનાં કારણે કોંગ્રેસે રાજ્યની ચૂંટણીમાં ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી હતી અને ભાજપ રાજ્યનાં કદ્દાવર નેતા નિકળી જવાનાં કારણે ત્રીજા નંબરની પાર્ટી બની ગઇ હતી.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે 5 પ્રદેશ અધ્યક્ષોની નિયુક્તિ કરી છે. યૂપી અને પંજાબમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને જોતા આ ફેરફારોને મહત્વનાં માનવામાં આવી રહ્યા છે. યૂપીમાં કેશવ પ્રસાદ મોર્ય તરીકે પાર્ટીએ ઓબીસી ચહેરાને આગળ કર્યો છે. મોર્ય આરએસએસ સાથે વર્ષોથી જોડાયેલા છે. તે અગાઉ સમાચાર આવ્યા બાદ કે ભાજપમાં યૂપી બિહારમાંથી આવતા ઘણા કદ્દાવર નેતાઓનાં કદ ઘટાડવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવાયું હતું કે પાર્ટીની અંદર નિર્ણય લેવાની પ્રક્રિયામાં બંન્ને રાજ્યોમાંથી આવાતા કેટલાય કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તરાખંડ, કર્ણાટક અને મધ્યપ્રદેશનાં પુર્વ મુખ્યમંત્રીનાં પાવરમાં ઘટાડો કરવામાં આવી શકે છે.

You might also like