BMC ચૂંટણીમાં 60 સીટોથી વધારેની ભાજપની હેસિયત નથી : શિવસેના

નવી દિલ્હી : બીએમસી ચૂંટણી વહેંચણી પહેલા શિવસેના અને ભાજપની વચ્ચે સીટોની વહેંચણીના મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. ભાજપ આ ચૂંટણીમાં 227માંથી 114 સીટો પર લડવા માંગ છે. જો કે શિવસેનાએ પોતાની સહયોગી પાર્ટીને માત્ર 60 સીટોની ઓફર કરી છે.

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ભાજપને અમે 60 સીટોનો પ્રસ્તાવ આપ્યો છે. જે તેમની રાજનીતિક હૈસિયકથી ઘણો વધારે છે. ઉદ્ધવ ઠાકરેએ ઉદારા દેખાડતા ભાજપને તેના હક કરતા વધારે સીટો આપી છે. આનાથી વધારે સીટોની ભાજપની હેસિયત નથી.

બીજી તરફ ભાજપના નેતાઓએ શિવસેનાની આ ઓફરને પોતાનું અપમાન ગણાવ્યું છે. મુંબઇ ભાજપ અધ્યક્ષ આશીષ શેલારે જણાવ્યું કે અમે 60 સીટો આપવાની ઓફરને ભાજપનું અપમાન ગણીએ છીએ. અમે અમારો વિરોધ વ્યક્ત કર્યો છે.

જો કે આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કોઇ પણ ટીપ્પણી ટાળી હતી. તેમણે કહ્યું કે આ અંગેનો કોઇ પણ નિર્ણય મુખ્યમંત્રી ફડણવીસ સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે. નોંધનીય છે કે BMCની ચૂંટણીમાં શિવસેના 158 સીટો પર ચૂંટણી લડી હતી. જ્યારે ભાજપ 69 સીટો પર

You might also like