ભાજપ અહંકારી અને ભ્રષ્ટ પાર્ટી છે : ભરતસિંહ સોલંકી

પાટણ : આજ રોજ પાટણનાં જૂના ગંજ બજાર ખાતે કોંગ્રેસની એક જાહેરસભા યોજાઇ હતી. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિધાનસભાનાં દંડક બળવંતસિંહ રાજપૂત પાટણનાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર લાલજીભાઇ દેસાઇ પાટણ શહેર પ્રમુખ લાલેસ ઠક્કર પીઢ કોંગ્રેસી મંગળદાસ સોલંકી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે પાટણનાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે ગુજરાતનાં ચૂંટણી પંચને જો બીજેપીનો હાથો થઇને કામ કરશે તો આવા પંચની ઐસી કી તૈસી કરી નાંખવાની ધમકી પણ ઉચ્ચારી હતી.
વધુમાં તેમણે જણાવેલ કે બીજેપીએ સપના બતાવેલા કે અમો જીતીને લોકોનાં ખાતામાં પંદર લાખ જમા કરાવીશું, પણ આજે લોકો ખાતામાંનાં પંદર રૂપિયા પણ જમા નથી આવ્યા.આમ ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરી છે. એક ચા વાળો દસ લાખનો શૂટ પહેરતો હોય તો અમારે પણ ચાવાળા બનવું છે.
મંચ ઉપરથી બીજેપી ઉપર એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આર.એસ.એસ.ના મોહન ભાગવતે ભારતના સંવિધાનને અરબી સમુદ્રમાં ફેંકી દેવું જોઇએ.
સંવિધાનને માનવાવાળી પાર્ટી નથી.જ્યારે ભરતસિંહ સોલંકીએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ એ અહંકારી, સ્વાર્થી અને ભ્રષ્ટાચારી પાર્ટી છે. દાણી-અદાણી જેવા ફક્ત પાંચ મૂડીપતિઓની પાર્ટી છે.
મતદાર યાદીમાંથી મતદારોનાં નામ કાઢી નાંખવાનુ કૃત્ય ગુજરાત સરકારનું એક કાવતરું ગણાવેલ. ગુજરાતના રોડ-રસ્તા અને વીજળી એ કોંગ્રેસના શાસન દરમ્યાન આપવામાં આવેલ કરોડો રૂપિયાની ગ્રાંટના પ્રતાપે છે. જ્યારે ભાજપ માટે બળતામાં ઘી હોમવા જેવી બાબત એ છે કે બીજેપીનાં પૂર્વ નગર
સેવક ભરત પટેલ કોંગ્રેસમાં વિધિવત પાંત્રીસો પાટીદારો સાથે જોડાતા કોંગ્રેસ ગેલમાં આવી ગઇ હતી. કોંગ્રેસની આ સભાને સારો એવો પ્રતિસાદ મળતાં ભાજપ માટે આ ચિંતાનો વિષય જરૂર કહી શકાય.

You might also like