ભાજપે ઓડિશાની બે સંસદીય અને વિધાનસભાની નવ બેઠક જાહેર કરી

(એજન્સી) નવી દિલ્હી: ભાજપે ઓડિશા માટે બે સંસદીય બેઠક અને વિધાનસભાની નવ બેઠક માટે ઉમેદવારની યાદી આજે જાહેર કરી છે. ભાજપમાં જોડાનાર ખારબેલા સ્વેન કંધમાલ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે કટકની બેઠક પર ભાજપે પ્રકાશ મિશ્રાને ટિકિટ આપી છે.

ભાજપે આ ઉપરાંત ઝારસુગુુડા, રૈરાખોલ, ભંડારી પોખરી, ભદ્રખ, ફુલબાની, પારાદીપ, જયાદેવ, જતાની અને બેગુનિયાની વિધાનસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા હતા. આમ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવાની બાબતમાં ભાજપ કોંગ્રેસ કરતાં મેદાન મારી ગયું છે. ભાજપે આજે ઓડિશાની યાદી જાહેર કરીને કુલ આઠમી યાદી પ્રસિદ્ધ કરી હતી. ભાજપે આ સાથે લોકસભા માટે ૩૦ર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

કોંગ્રેસે પણ રવિવારે નવમી યાદી જાહેર કરી હતી, પરંતુ તેના જાહેર થયેલા ઉમેદવારોની સંખ્યા હજુ રરપ જ છે. કેટલાંય એવાં રાજ્ય છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ પોતાના સાથીઓ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે અને આવાં રાજ્યોમાંથી કેટલાકમાં બંને પક્ષ પોતાના કવોટાના ઉમેદવારો જાહેર કરી ચૂકયા છે. ભાજપની વાત કરીએ તો પક્ષના મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, તેલંગાણા, તામિલનાડુ અને કેરળ જેવાં મોટાં રાજ્યમાં ઉમેદવારોની જાહેરાત કરી ચૂકયો છે.

You might also like