રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, મનસુખ માંડવીયા-પરષોત્તમ રૂપાલાનું નામ જાહેર

આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે દિલ્હીથી આઠ ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલાનું  નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભાજપના ગુજરાતમાંથી ગત રાજ્યસભાના ઉમેદવાર અરૂણ જેટલીને આ વખતે ઉત્તર પ્રદેશમાંથી ઉમેદવાર બનાવામાં આવ્યાં છે.

ભાજપના ઉમેદવારોની યાદીમાં મધ્યપ્રદેશથી થાવરચંદ ગેહલોત અને ધર્મેન્દ્ર પ્રધાન ચૂંટણી લડશે. જ્યારે હિમાચલ પ્રદેશથી જગત પ્રકાશ નડ્ડા ચૂંટણી લડશે. જ્યારે રવિશંકર પ્રસાદ બિહારમાંથી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રહેશે. ભૂપેન્દ્ર યાદવને પણ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આમ દિલ્હીથી ભાજપે આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

You might also like